અમદાવાદના નિષ્ણાંત વક્તા દ્વારા 100 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું..
પાટણ તા. 9 પાટણ ની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટીના બીબીએ ભવન ખાતે વિદ્યાર્થીઓને વિદેશમાં કારકિર્દીની તક વિષે માર્ગદર્શન આપવાનો એક દિવસીય સેમિનાર બુધવારે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ પાસપોર્ટ, વિઝા સહીતની માહિતી ઉપરાંત વિદેશ અભ્યાસ અંગેની માહિતી મેળવી હતી.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના એસ કે કોલેજ ઓફ બીઝનેસ એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ ખાતે યુનીવર્સીટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રના સંયુક્ત સહયોગથી ‘વિદેશ રોજગાર માર્ગદર્શન’ સેમિનારનું એક દિવસીય આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં બી.બી.એ અને બી.કોમના 100 થી વધુ વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું.
જેમાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર, અમદાવાદના નિષ્ણાત હિરેનભાઈ જાની દ્વારા વિદેશ રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ખાસ કરીને પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા, વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને નોકરી માટેની તકો, તેમજ TOFEL, IELTS, GRE જેવી પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી.બી.એ તેમજ બી.કોમ ડીપાર્ટમેન્ટના પ્રો.જય ત્રિવેદી, પ્રો. આનંદ પટેલ સહીત અધ્યાપક ગણ તેમજ રોજગાર કચેરીના કર્મચારી મયુર પટેલ, સિદ્ધાર્થ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી