પાટણ તા. 11 પાટણ જિલ્લા પોલીસ વડા ડૉ.રવિન્દ્ર પટેલ દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જીલ્લા માંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે આર.કે.અમીન પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. પાટણનાઓના તથા એલ.સી.બી.પોલીસના માણસો એ ચક્રો ગતિશીલ બનાવ્યાં છે ત્યારે ગતરોજ ખાનગી રાહે એલસીબી ટીમ ને હકીકત મળેલ કે, એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નં.GJ-02-CA-1052 માં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પાલનપુર તરફથી આવી મહેસાણા તરફ જનાર છે,
જે હકીકત આધારે પુનાસણ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ઉપરોક્ત નંબર વાળી સ્વીફ્ટ ગાડી પસાર થતાં તેને ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-582 કુલ કિં.રૂ.97194 /- નો પ્રોહી મુદામાલ તથા સ્વીફ્ટ ગાડી જેની કિ.રૂ.3 લાખ મળી કિ.રૂ.3,97,194ના મુદામાલ સાથે દિનેશ મોહનલાલ બિશ્નોઇ રહે. કુકાવાસ , તા.બાગોડા, જી.ઝાલોર, રાજસ્થાનની અટકાયત કરી વધુ તપાસ કાકોશી પોલીસ ને સોપવામાં આવી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી