પાટણ તા. 12 પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ.આર.જી.ઉનાગર એસ.ઓ.જી.શાખા પાટણના ઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ટીમ ના માણસો સમી ખાતે પેટ્રોલીગમા હતાં તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સમી પો.સ્ટે.ના ગુનાઓમા નાસતા ફરતા આરોપી ને સમી હાઇવે ગુર્જરવાડા ચાર રસ્તાથી પકડી પાડી કલમ-૪૧ (૧) આઇ મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા સારૂ સમી પો.સ્ટે સુપ્રત કરવામા આવેલ છે. પકડાયેલ આરોપી ની પુછપરછ દરમ્યાન તેને પોતાનું નામ ઠક્કર જયેશભાઇ ઉર્ફે ભાણો હરગોવનભાઇ ઉ.વ ૩૩ હાલ રહે-લાલબાગ રાધનપુર તા રાધનપુર જી-પાટણ મુળ રહે- -સુરકા તા-રાધનપુર જી-પાટણ વાળો હોવાની સાથે તે સમી પોસ્ટે ગુ.ર.નં ગુ.૨નં-૧૧૨૧૭૦૨૯૨૩૦૦૩૨/૨૩ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧ મુજબ,વારાહી પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૬૨૩૦૩૩૬/૨૩ પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨) મુજબના ગુનામાં આરોપી સંડોવાયેલ હોવાનું અને પોલીસ થી નાસતો ફરતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી