fbpx

પાટણ સાંસદની રજૂઆતને પગલે ઓખા- જયપુર સાપ્તાહિકી ટ્રેનને સિદ્ધપુરસ્ટોપેજ અપાતા સિધ્ધપુર વાસીઓમાં આનંદછવાયો..

Date:

પાટણ સાંસદ દ્વારા વડાપ્રધાન સહિત રેલવે મંત્રીઓનો આભાર વ્યક્ત કરાયો..

પાટણ તા. 11 પાટણ લોકસભાનાં સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા પાટણ સંસદીય મત વિસ્તારનાં સિદ્ધપુર રેલ્વે સ્ટેશન થી પસાર થતી ઓખા- જયપુર એક્સપ્રેસ વીકલી ટ્રેન નંબર 19573/19574 જે ટ્રેન નું સિદ્ધપુર રેલ્વે સ્ટેશન એ સ્ટોપેજ નાં હોવાના લીધે આ ટ્રેન નો લાભ સ્થાનિક લોકો ને મળતો નહોતો. જો આ ટ્રેન ને સિદ્ધપુર સ્ટેશન ઉપર સ્ટોપેજ મળે તો સિદ્ધપુર વાસી અને જિલ્લાના લોકો દ્વારકાની યાત્રા દર્શન નો લાભ શકે તેમ હોય સિદ્ધપુર વાસી અને જિલ્લાના લોકો ની માંગણી ને ધ્યાને રાખીને આ ટ્રેન ને સિદ્ધપુર રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવે તે બાબતની લેખિત રજૂઆત પાટણ સાંસદ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી તથા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ ને કરવામાં આવતા આ રજૂઆતને ધ્યાને રાખીને રેલ્વે વિભાગ દ્વારા આગામી 15-08-2023 નાં રોજ થી સિદ્ધપુર રેલ્વે સ્ટેશન ને આ ટ્રેન સેવાનો લાભ મળી રહેશે. આ ટ્રેનનો ટાઇમ ટેબલ ટ્રેન નંબર 19573 ઓખાથી પ્રસ્થાન કરશે અને મંગળવારે સવારે સિદ્ધપુર સ્ટેશને 06:29 કલાકે પહોંચશે અને 06:31 કલાકે સિધ્ધપુર થી ઉપડશે અને જયપુર માટે રવાના થશે. ટ્રેન નંબર 19574 જયપુર થી સિદ્ધપુર સ્ટેશન પર બુધવારે રાત્રે 01:56 કલાકે પહોંચશે અને 01:58 કલાકે ઉપડશે અને વાયા દ્વારકા થઈ ઓખા સ્ટેશન પહોંચશે. સદર ટ્રેનને સ્ટોપેજ આપવા બદલ પાટણ સાંસદ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી તથા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ નો લેખિતમાં આભાર વ્યક્ત કર્યો હોવાનું સાંસદના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા સેવા સદન ખાતે શહીદ દિન નિમિતે બે મિનીટનું મૌન પાળી અંજલી અર્પણ કરાઈ..

પાટણ તા. 30સોમવારે શહીદ દિન નિમિતે શહીદ વીરોની સ્મૃતિમાં...

પાટણમા શહીદ ભગત સિંહ,સુખદેવ અને રાજગુરૂ ની પ્રતિમા પ્રસ્થાપિત કરવા આમ આદમી પાર્ટી પાટણ ની બુલંદ માંગ…

પાટણમા શહીદ ભગત સિંહ,સુખદેવ અને રાજગુરૂ ની પ્રતિમા પ્રસ્થાપિત કરવા આમ આદમી પાર્ટી પાટણ ની બુલંદ માંગ… ~ #369News

ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ના નિવાસ સ્થાને અ.ભા.રા.શૈ.મહાસંઘના હોદેદારોની બેઠક મળી.

બેઠક દરમિયાન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકો અને આચાર્યોના...