પાટણ તા. 11
ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત, પાટણ અને પુર્વ મહામંત્રી પાટણ જિલ્લા ભાજપ અનુ.જાતી મોરચો ના નરેશ પરમાર દ્રારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પાટણ શહેર મામલતદાર ની ખાલી જગ્યા ભરવા મામલે પત્ર લખી રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી ને પત્ર લખી કરાયેલી રજુઆત મા નરેશ પરમારે જણાવ્યું હતું કે પાટણ શહેર મામલતદાર કચેરી ખાતેના મામલતદાર તાજેતરમાં વય નિવૃત્ત થતાં હાલમાં તેઓની જગ્યા ખાલી છે. તો હાલમાં ઈન્ચાર્જ મામલતદાર તરીકે પાટણ ગ્રામ્ય મલતદાર ને વધારા નો ચાર્જ આપેલ છે. ત્યારે વહીવટી સરળતા માટે ખાલી પડેલ મામલતદાર પાટણ (શહેર) ની ખાલી જગ્યા તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તેવી રજુઆત તેઓ દ્રારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી