ભંગાર ના વ્યવસાય સાથે સંકળાયેલા ૭૦ વેપારીઓએ રૂ.૨૫ હજાર ડીપોઝીટ જમા કરાવી હરાજીમાં ભાગ લીધો.
પાટણ તા. ૧૨
પાટણ નગરપાલિકા ખાતે એકત્ર કરાયેલ વર્ષો જુના ભંગારની મંગળવારે બપોરે પાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં ૭૦ જેટલા ભંગારના વેપારીઓ એ રૂ.૨૫ હજારની રકમ ડિપોઝિટ પેટે જમા કરાવી હરાજીમાં ભાગ લીધો હતો.
પાટણ નગરપાલિકા ખાતે વર્ષોથી ખડકાયેલા જુના વાહનોમા ગાડીઓ, ટ્રેક્ટર સહિતના લોખંડના ભંગાર ની જાહેર હરાજીમાં ભંગાર વાહનોની અપસેટ વેલ્યુ કિંમત ૨.૧૫ લાખ તેમજ છૂટક ભંગારની અપ સેટ વેલ્યુ કિલોએ રૂ. ૨૫ નક્કી કરવામાં આવી હતી.
ભંગાર થયેલ ૮ વાહનો ની હરાજી બોલતા રૂ.૩ લાખની આવક પાલિકા ને થવા પામી હતી જયારે છુટક લોખંડના ભંગારની હરાજી કરાતા કિલોએ રૂ.૩૫ લેખે ભંગાર ના વેપારીએ બોલી બોલતા તેને આ લોખંડનો ભંગાર સોપવામાં આવ્યો હતો.
જોકે છુટક લોખંડના ભંગાર નું વજન બાકી હોય કેટલા કીલો લોખડનાં છુટક ભંગાર નું વજન થયું હતું તેની વજન કરવાની કામગીરી હાલ ચાલુ હોવાથી કેટલું વજન થયું છે તે જાણી શકાયું નથી. પાટણ નગર પાલિકા ખાતે ભંગારની જાહેર હરાજી પ્રસંગે પાટણ નગર પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, કારો બારી ચેરમેન સહિત કોર્પોરેટરો અને નગરપાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી