પાટણ તા17 યુનિવર્સિટી ના બીબીએ વિભાગ દ્વારા શુક્રવારે “G20 અને વડાપ્રધાન ના યુવા ભારત, મજબૂત ભારત ” પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર ની શરુઆત માં યુવાનોની જવાબદારીને ઉજાગર કરતાં ઈન્ચ. વાઇસ ચાન્સેલર પ્રો.ડૉ. રોહિત એન દેસાઈએ યુવાનોને સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોને અનુસરવા અને બિન જરૂરી પ્રવૃત્તિઓને બદલે નવા સ્ટાર્ટ અપ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી સોશિયલ મીડિયા પર તેમનો પ્રચાર કરવા ભાર મૂક્યો હતો.
વિભાગના વડા ડૉ.અશ્વિન મોદી દ્વારા સ્વાગત પ્રવચનમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે, આપણે ગુજરાતી પ્રજા ગાવામાં, ખાવામાં, અને ફરવામાં માહિર છે. તેથી જ ગમે તે નવા બિઝનેસમાં અથવા નવી સ્કિલ હાંસીલ કરવામાં આપણે ફાવી જઈશું એવો અભિગમ અપનાવીએ છીએ. તેના કારણે જ આજે રિલાયન્સનું અંબાણી ગ્રુપ અથવા ગૌતમ અદાણી જેવા ટોપ બિઝનેસમેન દેશને આપણે આપી શક્યા છીએ. વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી સાથે જોડાઈ કંઈક નવું સાહસ કરવા માટે પ્રેર્યા તેમજ આપણે ફાવી જઈશું તેવું અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આર્કિટેક વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. મીરા એ 100 થી વધુ વિદ્યાર્થીઓને સેમિનારના મુખ્ય વક્તા તરીકે સંબોધિત કરી યુવાનોને સ્ટાર્ટઅપના ઘણા ઉદાહરણો આપ્યા અને આપણા ઐતિહાસિક ખજાના પર પાછી દ્રષ્ટિ કેળવવાની સલાહ આપી હતી. તેમના દ્વારા ગીતા ના સારને યાદ અપાવી વિદ્યાર્થીઓને તામસી રાજસી અને સાત્વિક ભોજન પ્રણાલી તેમજ “જેવું અન્ન તેવું મન” એ વાત ને આપણે દરેક ભારતીય સંસ્કૃતિમાં માનતા આવ્યા છીએ તેમજ પાણીમાં પણ યાદશક્તિ હોય છે તે વાત કરતા તેમણે અન્ન પાણી અને વાણી નો સંયમપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું.વિશ્વમાં વર્ષ 2023 ને મિલિટ્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે ત્યારે રાગી, ઓટ્સ, બાજરા, જુવાર, મકાઈ જેવી પારંપરિક ધાનમાંથી બનતા આધુનિક પીઝા બર્ગર બેકરી આઈટમ ને નવા સ્ટાર્ટઅપ્સ તરીકે બજારમાં મૂકવા વિદ્યાર્થીઓને પરામર્શ કર્યો હતો.
કાર્યક્રમના અંતે ડો. કવિતા ત્રિવેદી દ્વારા ભાગવત ના સારા તથા આપણા પારંપરિક ધાન નુ આંતરરાષ્ટ્રીય બજાર મા મહત્વ સમજાવી યુવા ને મજબૂત બની દેશ ને સકારાત્મક દિશા તરફ જવા પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ. તથા ઓર્ગેનાઇઝિંગ કમિટી, વિદ્યાર્થીઓ મહેમનો અને અધ્યાપકો નો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આયોજક ડૉ.કવિતાબેન ત્રિવેદી અને પાયલબેન બારોટ એ વિશેષ પ્રયત્નો કર્યા હતા. કાર્યક્રમમાં ડૉ.રિદ્ધિ અગ્રવાલ, ડૉ.જય ત્રિવેદી, ડૉ.આનંદ પટેલ, ચિરાગ પટેલ, ભરતભાઈ ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી