fbpx

વિશ્વ માતૃભાષા દિવસે આપણે આપણી યશવંતી, ગુણવંતી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારીએ..

Date:

પાટણ ખાતે વિશ્વ માતૃ ભાષા દિવસની શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધી નગર દ્વારા ઉજવણી કરાઈ..

પાટણ તા. ૨૦
માતૃભાષા દરેક માનવીને મળેલી જીવનની અણમોલ ભેટ સમાન છે. દરેકના જીવનમાં ત્રણ મા નુ મહત્વ વિશેષ રહેલું છે. જેમાં પ્રથમ માતા જન્મ આપનારી, બીજી માતા માતૃ ભૂમિ, અને ત્રીજી માતા એટલે માતૃ ભૂમિ જ્યારે ત્રણ મુખ્ય ભાષામાં માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશની ભાષા દરેક ને પોતાની ભાષા નું ગૌરવ હોવું જોઈએ ત્યારે આપણી ગુજરાતી ભાષા કે જે યશવંતી, ગુણવંતી ભાષા છે અને આ માતૃભાષા ની ગાથા ને ઉજાગર કરવાનો પવિત્ર દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ આજના આ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી એ ગુજરાતી ભાષા નું ગૌરવ વધારવું એ આપણા સૌ ગુજરાતી ઓની પ્રથમ ફરજ છે.

ઉપરોક્ત શબ્દો બુધવારે પાટણ ની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ લાઈબ્રેરી ના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણીના ઉપલક્ષમાં માતૃભાષા મહોત્સવમાં મળી માતૃભાષા મને ગુજરાતી વ્યાખ્યાન પ્રસંગે ઉપસ્થિત રહેલા વક્તાઓએ ઉચ્ચાયૉ હતાં.

પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલ શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બુધવારે વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી પ્રસંગે આયોજિત વિશ્વ માતૃભાષા મહોત્સવમાં ઉપસ્થિત વક્તા ડો.પિયુષ ચાવડા, ડો. વિમલ ખમાર અને જયોતિબેન પટેલે માતૃભાષા નું મહત્વ સમજાવી ઉપસ્થિત શ્રોતાઓને પોતાની માતૃભાષાને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે આયોજિત કરાયેલા માતૃભાષા મહોત્સવના પ્રસંગને સફળ બનાવવા પુસ્તકાલયના પ્રમુખ ડો શૈલેષભાઈ સોમપુરા,મંત્રી મહાસુખભાઈ મોદી સહિતના સભ્યોએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ફતેહસિંહરાવ લાઇબ્રેરીના મને જાણો કાર્યક્રમ અંતર્ગત “મનનો માળો’” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું..

પાટણ તા. 17પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા...

માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય માતૃ વંદના ઉત્સવ 2023 નો પ્રારંભ.

ગાયક કલાકાર પ્રહાર વોરાનાં તાલે ઝૂમી ઉઠ્યું સિદ્ધપુર શહેર.. પાટણ...