જરૂરિયાત મંદ પરિવારને સદભાવ હોસ્પિટલ ના તબીબો,સમાજના દાતાઓ સહિત અન્ય સમાજના દાતાઓ સાથે નિરજ સેવા ટ્રસ્ટની આર્થિક મદદ મળી..
પાટણ તા. 20 પાટણ શહેરમાં જરૂરિયાત મંદોની સેવા કરતી અનેક સેવાકીય સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે આવી સેવાકીય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહી કામ કરતી નિરજ સેવા ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ હંમેશા સરાહનીય રહી છે. તાજેતરમાં પાટણ શહેરના કૈલાશ નગરમાં રહેતા અને ખાખરા પાપડનાં વ્યવસાય થી પોતાના પરિવારન ગુજરાન ચલાવતા જીતેન્દ્રભાઈ પ્રજાપતિની 20 વષૅ ની દિકરી ક્રિમા કમળા ના રોગ મા સપડાતા અને બેશુદ્ધ બનતા પરિવાર દ્રારા તેણીને તાત્કાલિક સારવાર માટે પાટણ ની સદભાવ હોસ્પિટલમાં ડો. મયંક પટેલ ના ત્યાં ખસેડવામાં આવી હતી જયાં ડોકટર દ્રારા તેની તપાસ કરી જરૂરી રિપોર્ટ કરાવતાં ક્રિમા ના મગજ માં કમળી હોવાનું જણાતા તેને ICU માં દાખલ કરી ડો. કમલ ગુપ્તાની દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી.
જો કે જરૂરિયાત મંદ પરિવારની ક્રિમાને સારવાર માટે ICU મા દાખલ કયૉ બાદ પૈસાની મુઝવણ અનુભવી રહેલા પરિવારના સભ્યો દ્રારા વોટસએપ ના માધ્યમથી મદદ માટે ટહેલ કરતાં પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજના કેટલાક દાતાઓ દ્રારા પોતાની યથા શકિત મુજબ ક્રિમા ની સારવાર માટે મદદ કરી હતી. પરંતુ જયારે આ બાબતે પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ દ્રારા સ્થાપિત નિરજ સેવા ટ્રસ્ટ ને જાણ થતાં તેઓએ ક્રિમા ને મદદરૂપ બનવાની તત્પરતા દશૉવી જરૂરિયાત મંદ પરિવારને હુફ પુરી પાડતા એક સપ્તાહ ની સારવાર બાદ ક્રિમા પ્રજાપતિ બિલકુલ સ્વસ્થ બનતા તેને હોસ્પિટલ માથી રજા આપવા માં આવી હતી. ક્રિમા ના પરિવારની આર્થિક પરિસ્થિતિ થી વાકેફ હોસ્પિટલ ના તબીબ ડો. મયંક પટેલ અને ડો. કમલ ગુપ્તાએ પણ પોતાના બીલ મા ધણી રાહત આપી બાકીનું બિલ નિરજ સેવા ટ્રસ્ટ દ્વારા ભરપાઈ કરાતા જરૂરિયાતમંદ ક્રિમા પ્રજાપતિ ના પરિવારજનોએ સદભાવ હોસ્પિટલ ના ડો.મયંક પટેલ, ડો. કમલ ગુપ્તા, પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલ અને તેમની નિરજ સેવા સંસ્થા સહિત તેમના દુ:ખ મા મદદરૂપ બનનાર સૌનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી