fbpx

પાટણમાં પ્રથમ વખતબલોચ પરિવાર ફાઉન્ડેશન દ્વારા સમાજના તેજસ્વી છાત્રોને સન્માનિત કરાયા.

Date:

પાટણ ના ધારાસભ્ય સહિત ના આગેવાનો એ કાર્યક્રમની સરાહના કરી બાળકોને પુરતું શિક્ષણ અપાવવા અપીલ કરી..

પાટણ તા. 20 પાટણ શહેરમાં સૌ પ્રથમ વખત બલોચ પરિવાર ફાઉન્ડેશન દ્વારા મુસ્લિમ સમાજમાં શિક્ષણની કમી દૂર કરવા માટે સમાજના તેજસ્વી તારલાઓને સન્માન કરવાનો કાર્યક્રમ રવિવારે ઈદગાહ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ સંગઠિત બની સમાજના કુરિવાજો દૂર થાય તે ઉદેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સિધ્ધિ સરોવર પાસે આવેલા ઈદગાહ ખાતે બલોચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણ એમ ચાર જિલ્લાઓ ના વર્ષ 2022 23 માં ધોરણ 10 અને ધોરણ 12 સહિત ઉચ્ચ શિક્ષણના અભ્યાસની વિવિધ ડિગ્રીઓ પ્રાપ્ત કરેલ અને દિનની કઠિનમાં કઠિન તાલીમ મેળવીને હાફિઝ અને આલીમ ની સનદ મેળવેલ 70 થી 75 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના આ સમારંભ ના અધ્યક્ષ મૌલાના ઇમરાન સાહબ પટની,પાટણના ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ, યાસીનખાન બલોચ, મોટીવેટર અને કોર્પોરેટર ટ્રેનર ઇરફાનભાઇ મોગલ, પૂવૅ પાલીકા પ્રમુખ હેમંતભાઈ તન્ના,કોર્પોરેટર મોહંમદહુંસેન ફારુકી ની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આકાર્યક્રમ યોજાયો હતો. બલોચ સમાજ માંથી હાફિઝ અને આલીમ ની સનદ મેળવેલ આઠ જેટલા યુવાનોને શીલ્ડ અને વિવિધ મોમેન્ટો આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બી.એડ,નર્સિંગ,બીએસસી, ધોરણ 10 અને 12 ના તેજસ્વી તારલાઓને શીલ્ડ અને વિવિધ મોમેન્ટો થકી સન્માનિત કરી સમાજના બીજા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરાયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતરહેલા સમારંભ ના મુખ્ય મહેમાન પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલે બલોંચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપના સભ્યોને સમાજના તારલાઓને સન્માનિત કરવાના કાર્યક્રમ ને સરાહનીય લેખાવી અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે જે સમાજ સમાજના સન્માનિત વ્યક્તિઓનું સન્માન કરતો નથી તેનો સમય જતાં નાશ થતો હોય છે. અને શિક્ષણ એવું ધન છે કે તેની ચોર ચોરી કરી શકતો નથી અને ભાઈઓ પણ તેમાં ભાગ પડાવી શકતા નથી જેથી વિદ્યા ધન ને સૌથી શ્રેષ્ઠ ગણાવી મુસ્લિમ સમાજને શિક્ષણ તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો. પાટણના ધારાસભ્ય એ જાહેર મંચ પરથી નોકરી વ્યવસાય કે વ્યાપાર ધંધામાં સૌથી વફાદારી મુસ્લિમ સમાજમાં જોવા મળતી હોવાનું જણાવી ટેકનિકલ ક્ષેત્રે મુસ્લિમ સમાજ ખૂબ જ આગળ છે. પરંતુ મુસ્લિમ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તો ચોક્કસપણે સમાજ સિદ્ધિઓ સર કરી શકે તેમ હોવાનું જણાવી મુસ્લિમ સમાજના આગેવાનોને સમાજના યુવા ધનને શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. બ્લોચ પરિવાર ફાઉન્ડેશન ગ્રુપના એડવોકેટ હુસેન ખાન બલોચ, ડો. ઉમરખાન બલોચ, કરીમખાન બાબા, રસુલખાન મામા, મોહમ્મદ ખાન, રહીમખાન બલોચ, ધનજી મંજી ટ્રાન્સપોર્ટ ના ઓનૅર સહિત મોટી સંખ્યામાં બલોચ સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીના રંગ ભવન ખાતે યુનિવર્સિટી કોર્ટની વાર્ષિક સાધારણ સભા મળી..

યુનિવર્સિટીના રંગ ભવન ખાતે યુનિવર્સિટી કોર્ટની વાર્ષિક સાધારણ સભા મળી.. ~ #369News

પ્રત્યેક નાગરિકે નૈતિક જવાબદારીના ભાગ રૂપે વૃક્ષ વાવી તેની સાચવણી નિષ્ઠા પૂર્વક કરવી જોઈએ : કુલપતિ…

યુનિવર્સિટીના NSS વિભાગ દ્વારા વિશ્વ પયૉવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ...

પાટણના જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન મા શરૂ કરાયું પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર…

PBSC યોજનાથી ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત મહિલાઓને...