fbpx

સમી ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની પૂર્વ તૈયારીઓને અપાયો આખરી ઓપ…

Date:

પાટણ તા. ૧૩
પાટણ જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે સમી મુકામે થવા જઈ રહ્યો છે. જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 15 મી ઓગસ્ટના દિવસે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના હસ્તે ધ્વજવંદન થવાનું છે

ત્યારે કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 15 મી ઓગસ્ટના ધ્વજ વંદન સમારોહ પહેલા સમી મુકામે જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ દ્વારા જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજ વંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

15 મી ઓગસ્ટના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, પરેડ, અશ્વ શો સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેનું પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.

રિહર્સલ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર બી.એસ.
પટેલ, મદદનીશ કલેકટર કુ. હરિણી કે.આર, ડી આર ડી.એ.ના નિયામક આર.પી. જોશી , પ્રાંત અધિકારી જય પટેલ, સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની ૧૪૨ મી રથ યાત્રા નીકળશે…

દેશની સૌથી પૌરાણિક રથયાત્રામાં ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા...

પાટણમાં આગામી 31 માચૅ ના રોજ લેવાનારી ગુજકેટની પરિક્ષાલક્ષી કામગીરી શરૂ કરાઈ…

પાટણ જિલ્લામાં 1195 વિધાર્થીઓ અને 912 વિધાર્થીનીઓ મળી કુલ...