fbpx

પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાની જન્મ જયંતી પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી.

Date:

માતાજીની પાલખી યાત્રા અને યજ્ઞના ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં સ્વામી પરિવાર સહિત રાજકીય, સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી..

પાટણ તા. 23 સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાજી ની જન્મ જયંતી પવૅની પાટણ શહેરમાં વસતા સમસ્ત સ્વામી પરિવાર દ્વારા ભકિત સભર માહોલ માં બુધવારના પવિત્ર દિવસે કરવામાં આવી હતી. કુળદેવી માતાજી ના જન્મ જયંતી પવૅ નિમિત્તે શહેરના ઝીણીરેત ખાતે રહેતા યજમાન પરિવાર ડાહ્યાભાઈ ઉજમશીભાઈ સ્વામી ના નિવાસ સ્થાને થી ભક્તિ સંગીત ના સુરો વચ્ચે માતાજીની પુજા અચૅના અને આરતી સાથે ભવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન પામી હતી. આ પાલખી યાત્રા ના પ્રારંભ પ્રસંગે પાટણ ના સાંસદ ભરતસિંહ ડાભી, પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયા,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનોજ પટેલ સહિત રાજકીય, સામાજિક આગેવાનો એ ખાસ ઉપસ્થિત રહી માતાજી ની પાલખી યાત્રા ના દશૅન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. કુળદેવી શ્રી સમોરા માતાજી ની પાલખી યાત્રા ઝીણીરેત ખાતેથી મોટી સંખ્યામાં સ્વામી પરિવારજનો અને કળશધારી કુવાસીયો સહિત ના ભકતો સાથે પ્રસ્થાન પામી મોટી ભાટિયાવાડ, નિલમ સિનેમા,બુકડી,મીરાદરવાજા થઈને પદ્મનાભ મંદિર પરિસર ખાતે પહોચતા પાલખી યાત્રા નું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું.

આ પવિત્ર પ્રસંગે શ્રી પદ્મનાભ ભગવાનના મંદિર પરિસર ખાતે આયોજિત કરવામાં આવેલ યજ્ઞ ના યજમાન પદે સ્વામી દિનેશભાઈ લક્ષ્મણદાસ પરિવારે લ્હાવો લીધો હતો યજ્ઞ ની શાસ્ત્રોકત વિધિ નાતગોર જયેશભાઈ પંડયા સહિત ના ભૂદેવોએ સંગીત ના સુરો વચ્ચે કરી વાતાવરણ ને પવિત્ર અને ભકિતમય બનાવ્યું હતું. યજ્ઞની પૂણૉહૂતિ પ્રસંગે મોટી સંખ્યામાં સ્વામી પરિવારજનોએ ઉપસ્થિત રહી આહૂતિ અપૅણ કરી પરિવારમાં સુખ,સમૃધ્ધી અને શાંતિ સાથે વિશ્વ કલ્યાણ ની કામના વ્યકત કરી સમૂહ પ્રસાદ ગ્રહણ કરી કુળદેવી માતાજી ના આશિર્વાદ મેળવી કુળદેવી માતાજી ના જન્મ જયંતી પવૅ ને યાદગાર બનાવ્યો હતો. પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતા ના જન્મ જયંતી પવૅ ને સફળ બનાવવા પરિવારના પ્રમુખ યશપાલ સ્વામી, ચેરમેન શાંતિભાઈ સ્વામી, મંત્રી નિલેશભાઈ સ્વામી, કમલેશ સ્વામી,રાજેશભાઈ ( ખન્નાભાઈ),કલ્પેશ સ્વામી,મણીભાઈ સ્વામી, કનુભાઈ સ્વામી સહિત પરિવારના સેવાભાવી વડિલો,યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

નાના નાયતા થી વાઘી,ચારુપ,કિમ્બૂવા સુધીના રસ્તાનું કેબીનેટ મંત્રી એ ખાતમુહૂર્ત કયુઁ…

રૂ. 8 કરોડના ખર્ચે નવનિર્માણ પામનાર રોડ ગામોને ગુજરાતના...

સિધ્ધપુર પોલીસે ક્રિકેટ સટ્ટાના જુગારના મુદ્દામાલ સાથે ક્રિકેટ સટોડીયા ને આબાદ ઝડપી લીધો..

સિધ્ધપુર પોલીસે ક્રિકેટ સટ્ટાના જુગારના મુદ્દામાલ સાથે ક્રિકેટ સટોડીયા ને આબાદ ઝડપી લીધો.. ~ #369News

પાટણની સુદામા ચોકડી નજીક ના ગેરેજ પર દારૂ નો જથ્થો ઉતરે તે પહેલા એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો..

પાટણની સુદામા ચોકડી નજીક ના ગેરેજ પર દારૂ નો જથ્થો ઉતરે તે પહેલા એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો.. ~ #369News

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ મા સરદાર સરોવર નમૅદા નિગમ સહિત રોડ,રસ્તા અને દબાણો ના પ્રશ્નો રજુ થયા.

જિલ્લા કલેકટર દ્વારા જેતે વિભાગના અધિકારીઓને સુચના આપી પ્રશ્નોનું...