google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાધનપુર કે. બી. વકિલ હાઈસ્કૂલ ખાતે શિક્ષકો સમક્ષ કેળવણીનાં ત્રણ પુસ્તકો અંગે ગોષ્ઠિ યોજાઈ..

Date:

મીઠડી માતૃભાષા પુસ્તકનું મહાનુભાવો ના વરદ હસ્તે વિમોચન કરાયું..

પાટણ તા. 20
રાધનપુરની શેઠ કે.બી.
વકીલ હાઇસ્કૂલના ચંચળબહેન સભાગૃહ ખાતે ગુજરાત કેળવણી પરિષદ, રોટરી ક્લબ ઑફ રાધનપુર, સદભાવના સેવા સંસ્થાન તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ વિષયક ત્રણ પુસ્તકો ‘દિવાસ્વપ્ન’, ‘તોત્તોચાન’ અને ‘અનુભવની એરણ પર’ પુસ્તક વિશે વ્યાખ્યાનો યોજાયાં હતાં.

મૂળ આ વિસ્તારના અને અત્યારે અમદાવાદ રહેતા લેખક-પત્રકાર રમેશ તન્નાના પુસ્તક ‘મીઠડી માતૃભાષા’નું આ પ્રસંગે લોકાર્પણ કરાયું હતું. રસપ્રદ અને પ્રેરક બનેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનો પ્રારંભ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાયો હતો. શેઠ કે. બી. વકીલ હાઇસ્કૂલ ના શિક્ષિકા બહેનો દ્વારા સર્વધર્મ પ્રાર્થના રજૂ કરી હતી.કલ્પેશભાઇઅખાણીએ પૂર્વભૂમિકા બાંધી મહેમાનો તેમજ ઉપસ્થિત સર્વ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત અને શાલ તેમજ પુસ્તકથી સન્માન કરાયું હતું.

જાણીતા સંપાદક તંત્રી ભિખેશભાઇ ભટ્ટે ગિજુભાઇ બધેકાના પુસ્તક ‘દિવા-સ્વપ્ન’ વિશે મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. અનેક ઉદાહરણો આપીને તેમણે પુસ્તકનો રસપ્રદ આસ્વાદ કરાવ્યો હતો. તેમણે ‘દક્ષિણામૂર્તિ’ તથા અમદાવાદની ‘ઢીંગલીઘર’ સંસ્થાના પ્રસંગો રજૂ કર્યા હતા. લેખક-પત્રકાર રમેશ તન્નાએ મનસુખ સલ્લા લિખિત પુસ્તક ‘અનુભવની એરણ પર’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું.ગુજરાત કેળવણી પરિષદના પ્રમુખ મનસુખ સલ્લા એ ‘તોત્તોચાન’ પુસ્તક વિશે ખૂબ જ રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. તેમણે જાપાનની છ વર્ષની છોકરી તોત્તોચાનના ભણવાના અનુભવો રજૂ કર્યા હતા.


કાર્યક્રમનું સફળ સંચાલન અશોક ચૌધરી અને નવઘણસિંહ વાઘેલાએ કર્યું હતું.આ પ્રસંગે લેખક રમેશ તન્નાના પુસ્તક ‘મીઠડી માતૃભાષા’નું ઉપસ્થિત મહાનુભાવના દસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું તો આ પુસ્તકનો પરિચય આપતાં લેખકે જણાવ્યું હતું કે માતૃભાષા વિશ્વવિદ્યાલયની સ્થાપના સહિતના લેખો ઉપરાંત આ પુસ્તકમાં શબ્દગોષ્ઠિ તથા જેમણે માતૃભાષા ગુજરાતી માટે સુંદર કાર્ય કર્યાં છે તેવી વ્યક્તિઓ વિશેના લેખો પુસ્તકમાં હોવાનું તેઓએ જણાવ્યું હતું.


ડૉ. મહેશભાઇ મુલાણી તથા નટુભાઇ ઠકકરે પુસ્તક વિશેના પ્રતિભાવ રજૂ કર્યા હતા તો નિષાદ ઓઝા, કવિ મનન ઠાકોર તેમજ નીતિનભાઇ કકકડે કાવ્યો રજૂ કર્યાં હતાં.આ કાર્યક્રમનું સંકલન કલ્પેશ અખાણી,નટુભાઈ, રાજેશભાઇ અખાણી અને નીતિનભાઈ ઠક્કરે કર્યું હતું.આ સમારંભમાં રમેશભાઈ વિરમગામી,બંકિમ મહેતા તથા રાધનપુરના અગ્રણીઓ ડૉ. મહેશભાઈ મુલાણી, ડૉ.નવીનભાઈ ઠકકર, ડૉ.દિનેશભાઇ ઠકકર, ડૉ.અંબાલાલભાઇ પટેલ, જયરાજસિંહ નાડોદા, વિરમભાઇ ચૌધરી, હરચંદભાઇ પારકરા, ધરમશીભાઇ પરમાર, યુસુફખાન પઠાણ, રાઘવ વઢિયારી, વિજયભાઇ રાવલ સહિતના સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણ અને રાધનપુરના ચીફ ઓફિસરોને આંતરિક બદલીઓ કરાઈ…

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગગાંધીનગર...

પાટણ ના લાલેશ્વર પાકૅ નજીક પાલિકા નું હેવી જેટીગ મશીન ફસાતા જેસીબી ની મદદથી બહાર કઢાયું…

પાટણ તા. ૧૨પાટણ શહેરના મીરા દરવાજા વિસ્તારમાં લાલેશ્વર પાર્ક...