પાટણ તા. ૩૦
લોકસભાં ચૂંટણીને લઈ પાટણ જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા ઠેર ઠેર જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે. જેમાં મંગળવારે પાટણ શહેરમાં એ ડિવિઝન પોલીસ અને BSF જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારો માં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું..
સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઇ વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગેલું છે. ગુજરાતમાં પણ પક્ષો ના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મો ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગેલા છે. તંત્ર પણ લોકસભાના આ અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા પાટણ જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ સો ટકા મતદાન કરાવવા અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી રહ્યા છે.
મંગળવારે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ સ્ટાફ BSF જવાનો દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી નીકળી મોતીશા ચોક, બળીયા પાડા, રાજકાવાડા, લોટેશ્વર મહાદેવ, થઈ ટાંકવાડા ચાર રસ્તા થી ગંજસહિદ પીર, બુકડી, જુનાગજ થી જીમખાના જેવા એરિયામાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. પાટણ શહેરના આ વિસ્તારો માંથી પોલીસ અને બીએસએફ ના જવાનો નું ફુટ પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ નીકળતા લોકોમાં આશ્ચર્ય ની સાથે કુતુ હલતા પણ જોવા મળી હતી.
અહેવાલ યશપાલ શ્યામી