જનરલ હોસ્પિટલ સહિત ની હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કાયૅરત જોવા મળી..
પાટણ તા. 26 પાટણ શહેર ના મધ્યમાં આવેલ શેઠ એન.એલ. જનરલ હોસ્પિટલ ખાતે પાટણ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અવેરનેસ પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સ્ટાફ નર્સ, સિક્યુરિટીગાર્ડ તથા યુટીલીટી સર્વિસમેન,કર્મચારીઓ સહિતનાઓ ફાયર વિશે ની ટ્રેનિંગમાં હાજર રહ્યા હતા. અને સાથે હોસ્પિટલમાં કાયૅરત ફિક્સ ફાયર ફાઈટિંગ સિસ્ટમ અને ફાયર ડીટેક્શન સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવતા સિસ્ટમ ચાલુ હાલતમાં જોવા મળેલ હતી.
જયારે પાટણ ખાતે સુભદ્રાનગર માં આવેલી લાઇફ કેર હોસ્પિટલ, યશફીન મેટરનરી ગાયનેક હોસ્પિટલ, અમી સર્જીકલ હોસ્પિટલ,શ્યામ સર્જીકલ હોસ્પિટલ,આમીન સર્જીકલ હોસ્પિટલ અને બ્લેસિંગ વુમન હોસ્પિટલ માં પણ ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ ની તાલીમ પાટણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ના ફાયર કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી. તો હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમ નું ચેકીગ કરતા તમામ હોસ્પિટલમાં સિસ્ટમ ચાલુ હાલતમાં હોવાનું ફાયર સ્ટેશન અધિકારી સ્નેહલ મોદી એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી