પાટણ તા. 29 શ્રી શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ દ્વારા આપણા દાદા આપણા શહેરમાં અંતગૅત નિકળેલ આમંત્રણ રથ સોમવારે સાંજે પાટણ શહેરમાં આવી પહોચતા પાટણના ધમૅપ્રેમી નગરજનો દ્રારા યાત્રા નું ભવ્યાતિ ભવ્ય સ્વાગત, સામૈયું કરવામાં આવ્યું હતું.
આ આમંત્રણ યાત્રા મંગળવારે સવારે શહેરના રોટલીયા હનુમાન મંદિર પરિસર ખાતે થી મહાઆરતી સાથે સવારે પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારો માથી નિકળી પદ્મનાભ ચાર રસ્તા નજીક કેકારવ સ્કૂલ પાસે આવી પહોચતા પાટણ પ્રજાપતિ સમાજ પાટણ, સ્વામી પરિવાર પાટણ, સુંદર કાડ સમિતિ અને કેકારવ શાળાપરિવાર સહિત પ્રજાપતિ- સ્વામી પરિવારના આગેવાનો દ્રારા સામૈયું કરી શ્રી કષ્ટભંજન દાદાની આરતી નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
શ્રી કષ્ટંજનદેવ હનુમાન મંદિર શતામૃત મહોત્સવ ના આમંત્રણ માટે નિકળેલ યાત્રા શહેરના પંચમુખી હનુમાન મંદિર પરિસર ખાતે પહોંચી ભોજન પ્રસાદ ગ્રહણ કરી યાત્રાએ પાટણ શહેર માથી અન્ય શહેર માટે પ્રસ્થાન કયુઁ હતું.
અહેવાલ યશપાલ સ્વામી