fbpx

સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવનાર લવ દરજી ના પિતાએ એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી..

Date:

ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલા શખ્સ પોતાના ઘરે નહીં મળી આવતા પોલીસે ઝડપી લેવા ચક્રો ગતિમાન બનાવ્યા..

પાટણ તા. 28 પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં પડતું મૂકીને શનિવારે લવ દરજીએ આપઘાત કર્યો હતો, જેની રવિવારે લાશ મળી હતી. આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે મૃતક લવ દરજીએ તેની બાજુના મહોલ્લામાં રહેતા શખ્સના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. જેમાં ધમકી આપનાર શખ્સની બહેન સાથે લવ દરજીને આડા સંબંધો હોવાની શંકાને લઇ આરોપી મૃતક લવ અને તેની બહેનને ધમકી આપતો હતો. જેથી કંટાળીને લવ દરજીએ વીડિયો બનાવીને મોતને વહાલું કર્યું હોવાની ફરિયાદ મૃતક લવ દરજીના પિતા રાકેશભાઈ દરજીએ એ ડિવિઝન પોલીસ મા નોંધાવી છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના સુભાષચોક નજીક આવેલ શ્રીનગર સોસાયટી માં રહેતા અને શહેરના ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા સ્ટર્લિંગ પાર્ક નજીકના કોમ્પ્લેક્સમાં દરજી કામની દુકાન ધરાવતા લવ રાકેશભાઈ દરજીએ શનિવારની બપોરે પોતાના ઘરેથી જમીને એક્ટિવા લઈ દુકાને જવા નીકળ્યો હતો, જે બાદ સિદ્ધિ સરોવરમાં પડતું મૂકી આત્મ હત્યા કરી લીધી હતી. આ ઘટનામાં મૃતક લવના પિતા રાકેશભાઇએ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, પોતાના પુત્રે બાજુના મહોલ્લામાં રહેતા વિપુલ સાધુ ઉર્ફે બકાના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું છે. મરતાં પહેલાં બનાવેલો વીડિયો પણ મૃતકના પિતાએ પોલીસને આપ્યો છે. જેમાં મૃતક કહી રહ્યો છે કે, ‘હું અહીં સરોવર આવ્યો છું અને બહુ જ કંટાળી ગયો છું, એક યુવતીનું નામ લઇને યુવક કહે છે કે તેનો ભાઇ બકો મને બહુ ત્રાસ આપે છે, બીજું મને કંઇ મનદુઃખ નથી..’ આ ઉપરાંત રાકેશભાઇએ ફરિયાદમાં લખાવ્યું છે કે, બકો મારી દીકરીને પણ ધમકી આપતો હતો અને કહેતો હતો કે, તારા ભાઇને સમજાવી દેજે પાટણ છોડી દે નહીં તો જાનથી મારી નાખીશ. આમ મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ બાબતે પાટણ એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતક લવ દરજી ના પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા છે પરંતુ હાલમાં આરોપીના ઘરે તાળું મારેલું હોય હાજર નહીં મળી આવતા આરોપીને ઝડપી લેવા તપાસ ચાલુ હોવાનું એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ શહેરમાં કેબલ નેટવર્કની ઓફિસમાં આગ લાગતા ઈલેક્ટ્રીક ઉપકરણો બળીને રાખ થયા.

હારીજ પાલિકામાં ફાયર ની સુવિધા ઉપલબ્ધ ન હોય બહારથી...

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા..

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા.. ~ #369News

પાટણ શહેર સહિત જિલ્લા માં સતત બીજા દિવસે પણ મેધમહેર..

પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં ગાબડું પડતાં વિસ્તારની...