fbpx

પ્રોબેશનલ ઓફિસર કલાસ ની- 3 ની ભરતી જાહેરાતમાં MSW ની લાયકાત બાકાત રખાતા વિરોધ..

Date:

પાટણ તા. ૨૫
એસોસિયેશન ઓફ સોશ્યલ વકૅ અને રૂરલ સ્ટડી ASAR દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરૂવારે MSW ના ડિગ્રી ધારકો ને થતાં અન્યાય બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કલેકટર કચેરી ખાતે અપાયેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાજેતર માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોબેશન ઓફિસર ક્લાસ 3 ની 60 જગ્યાઓ માટે ની જાહેરાતમાં MSW લાયકાત ને બાકાત રાખી BSW , Sociology અથવા Psychology special subject ના બેચલર ડિગ્રી ની લાયકાત ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

જેમાં અનુસ્નાતક કક્ષાના કોર્ષ MSW (Master of social work) ને અન્યાય થતો હોય જે બાબતે તાત્કાલિક ધોરણે ધટતુ કરવાની માગ સાથે પ્રતિનિધિ મંડળ દ્વારા આવેદનપત્ર મા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કલેકટર કચેરી ખાતે આયોજિત આવેદનપત્ર ના આ કાર્યક્રમમાં એમ.એન.ઝાલા મંત્રી , એસોસિયેશન ઓફ સોશ્યલ વર્ક એન્ડ રૂરલ સ્ટડી , લેકચરર હિતેશ બોનવાડીયા, વિજયસિંહ ઝાલા, અંકિત પંચાલ, મહેશ્વરીબેન ગોસ્વામી, જીજ્ઞેશજાદવ, નિકુલ મકવાણા, કે.એ. શ્રીમાળી સહિતના પ્રતિનિધિ મંડળ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરના વોડૅ નં. 1,2,3 મા અમૃત કળશ યાત્રાનું રહિશો દ્રારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું..

પાલિકા પ્રમુખ સહિત ના રાજકીય આગેવાનો કળશયાત્રા મા જોડાયા.. પાટણ...

આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન ની કામગીરી હાથ ધરાઈ…

શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં ક્રમશ પ્રિ મોન્સુન ની કામગીરી...

પાટણ મા સૌપ્રથમવાર આયોજિત મોદી પ્રિમિયર લીગ ક્રિકેટ ટુનૉમેન્ટ ની ફાઈનલ મેચમાં હિગળાચાચર ઈલેવન નો વિજય.

પાટણ તા. ૧૮હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ મેદાન ખાતે...

પાટણ લોકસભા વિસ્તારના કુલ 22819 દિવ્યાંગ અને 80 થી વધુ વર્ષની ઉંમરના મતદારો બેલેટ પેપરથી મતદાન કરી શકશે…

પાટણ વહીવટી તંત્ર દ્વારા આઈન્ડેન્ટીફીકેશનની કામગીરી કરાશે… જે વ્યક્તિઓને ખરેખર...