fbpx

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વાર પ્રજાપતિ સન્માન એવોર્ડ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૧૭
પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમ વાર પાટણ પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 નું 16 ડિસેમ્બરને શનિવારના રોજ શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા એક પગલું શિક્ષણ તરફ ની થીમ સાથે આયોજિત કરાયેલા પાટણ પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 અંતર્ગત સમાજ મા યોગ્ય સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ યોગ્ય સિદ્ધિ ધરાવતા સમાજ ના 150 થી વધુ લોકો કે જેઓએ વિવિધ ક્ષેત્રો મા પોતાની નામના પ્રાપ્ત કરી સમાજ ઉપયોગી કાર્યો કર્યા છે તેવા સન્માનિત વ્યક્તિઓને પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા પાટણ પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રજાપતિ સમાજ સન્માન એવોર્ડ ના આ કાર્યક્રમમાં મરણોતર સન્માન એવોર્ડ, સ્ટાર્ટઅપ સન્માન એવોર્ડ, નિસ્વાર્થ સેવા સન્માન એવોર્ડ, બાળ શક્તિ સન્માન એવોર્ડ, નારી શક્તિ સન્માન એવોર્ડ, ખેલ રત્ન સન્માન એવોર્ડ, બિઝનેસમેન સન્માન એવોર્ડ, યુવા રત્ન સન્માન એવોર્ડ,સાંસ્કૃતિક કલા સન્માન એવોર્ડ, રાજકીય સન્માન એવોર્ડ અને વિશેષ આમંત્રિત સન્માન એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં તારક મહેતા સિરિયલ ના બાળ કલાકાર ભવ્ય ગાંધી ઉર્ફે ટપ્પુ,લેફ્ટનન્ટ કર્નલ નિતીન જોશી,આઈપીએલ પ્લેયર ઉર્વીલ પટેલ, ઇન્ડિયન ક્રિકેટર પ્રિયાંક પંચાલ,દ્વારકાના DYSP હાર્દિક પ્રજાપતિ, સમાજ અગ્રણી નવનીતભાઈ પ્રજાપતિ,નાનદિશ પ્રજાપતિ,કમલેશભાઈ કેનેડા વાળા, રામભાઈ પ્રજાપતિ સહિત પાટણ પ્રજાપતિ સમાજના દાતાઓ,આગેવાનો,અધિકારીઓ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર સમાજ ના સન્માનિત વ્યક્તિઓના સન્માન ને સરાહનીય લેખાવી આયોજન ને બિરદાવ્યું હતું.

પાટણ પ્રજાપતિ સમાજ સન્માન એવોર્ડ કાર્યક્રમ ને સફળ બનાવવા એવોર્ડ સમિતિ 2023 ના પ્રોજેક્ટ ચેરમેન ચિંતન પ્રજાપતિ, કો.પ્રો.ચેરમેન કલ્પેશ પ્રજાપતિ ( એન્જિનિયર), પિયુષ પ્રજાપતિ,મહેશ દલવાડી સહિત ના આયોજક કતૉઓએ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમ ની શરૂઆત મા નિરવ ગાંધી ગ્રુપ દ્વારા દેશભક્તિના ગીતો સાથે સમાજની બાલિકાઓ એ ગણેશ વંદનાની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન જાણીતા સ્ટેજ આર્ટિસ્ટ પિયુષ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યુ હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ના રંગ ભવન હોલ ખાતે ‘છાત્ર સંવાદ’ કાર્યક્રમ યોજાયો.

પાટણ તા. 2અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ દ્રારા હેમચંદ્રાચાર્ય...

પાટણના પ્રાચીન જૈન દેરાસરો માંથી પૌરાણિક મૂર્તિઓ અન્યત્ર ખસેડવાની ચાલતી હીલચાલ..

પાટણના પ્રાચીન જૈન દેરાસરો માંથી પૌરાણિક મૂર્તિઓ અન્યત્ર ખસેડવાની ચાલતી હીલચાલ.. ~ #369News