fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ધરોહર દિવસ ની ઉજવણી કરાઈ…

Date:

પાટણ તા. ૧૮
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૧૮ એપ્રિલ ના રોજ વિશ્વ ધરોહર દિવસ ની ઉજવણી કરાઈ જેમાં ૧૦૦ થી વધુ સહભાગી ઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા હેરિટેજ ટોક અને ડોક્યુમેન્ટરી ફિલ્મ ના માધ્યમ થી ધરોહરોનું મહત્વ અને ભારતની વર્લ્ડ હેરિટેજ જગ્યાઓ જેમ કે પાટણ ની ઓળખ રાણીની વાવ અને તેની આગવી ઓળખ વિશે માહિતી આપવામાં આવી હતી.

સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેકટર ડો.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ દિવસ ઐતિહાસિક જગ્યાઓ ના મહત્વ અને ભાવિ પેઢીઓ માટે તેનું રક્ષણ કરવાની જરૂરિયાતને યાદ કરાવવા, વ્યક્તિઓ, સંસ્થાઓ, સમાજો અને સરકારોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેમના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષના વિશ્વ ધરોહર દિવસની થીમ છે “વિવિધતાને શોધો અને અનુભવો”, જે આપણા ઇતિહાસની સમૃદ્ધિને પ્રકાશિત કરે છે તેમ તેઓએ  જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમા રૂ. 9 કરોડના ખર્ચે હાથ ધરાનારા 105 જેટલા વિકાસ કામો માટે તાંત્રિક કમિટીની બેઠક મળી..

પાટણ શહેરમા રૂ. 9 કરોડના ખર્ચે હાથ ધરાનારા 105 જેટલા વિકાસ કામો માટે તાંત્રિક કમિટીની બેઠક મળી.. ~ #369News