fbpx

સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠાની રેકો ભરતાં મજુરો એ સરકારના આદેશ મુજબ બપોરે 12 થી 4 મજુરી કામ બંધ રાખ્યું..

Date:

પાટણ તા. ૨૬
પાટણ ના સાંતલપુર રેલવે સ્ટેશન ખાતે ગરમીના કારણે મીઠાની રેંકો બપોરે 12:00 થી 4:00 વાગ્યા સુધી ના સમય દરમ્યાન ન ભરવાના સરકાર ના આદેશને અમલમાં મુકવા રવિવારે રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન આપી સરકાર ના આદેશ નું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવ્યું હતું.

સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેનકો ભરવાની કામગીરી કરતાં મજુરોને બપોરે 12 વાગ્યા થી 4 વાગ્યા સુધી મીઠા ની રેન્કો ભરવાની કામગીરી બંધ રાખવાનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવ્યો હતો.

પાટણ ના સાંતલપુર ખાતે મોટા પાયા પર મીઠા ઉદ્યોગ આવેલો છે.આવા ઉધોગો ની જગ્યા
એ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે અને સાતલપુર થી દેશ વિદેશમાં મીઠું સપ્લાય કરવામાં આવે છે.

હાલમાં ગરમી ના પ્રકોપથી 45 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે ત્યારે આવી ગરમીમાં સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેન્કો ભરવાની કામગીરી કરતાં મજુરો ને બપોરે 12 થી 4 ના સમય દરમ્યાન રેન્કો ન ભરવા સરકાર દ્વારા કરાયેલા આદેશ અનુસાર અને ગરમીના કારણે મજુર વગૅ ના લોકોના મોત નિપજી શકે તેમ હોય

જેને ધ્યાનમાં રાખીને રવિવારે રેલવે વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સાંતલપુર રેલવે સ્ટેશન પર મીઠા ની રેન્કો ભરતાં મજુરો પાસે બપોરે 12 થી 4 સુધી કામ ન કરાવવા અને સરકાર ના આદેશ નું ચુસ્ત પાલન કરવા સુચના સાથે માગૅદશૅન અપાતા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ સરકારના આદેશનું પાલન કરી ગરમીની અંદર મીઠા ની રેંન્કો ભરવાની કામગીરી બપોર ના સમયે બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિ.માં ફુલપતિના મુદ્દા અંગે કારોબારી બેઠકનું અધ્યક્ષ પદ મુકેશભાઈ પટેલે સંભાળ્યું…

પાટણ તા. ૧૪પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી સમિતિની...

પૂનમના પવિત્ર દિવસે શ્રી બાળા બહુચર માતાજી ના મંદિર પરિસર ખાતે માતાજી ની અસવારી નીકળી..

પૂનમના પવિત્ર દિવસે શ્રી બાળા બહુચર માતાજી ના મંદિર પરિસર ખાતે માતાજી ની અસવારી નીકળી.. ~ #369News