જિલ્લા ની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર્સની સાથે બેઠક કરીને રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે રોડમેપ તૈયાર કરવા કલેકટર નું સુચન..
પાટણ તા. 19 પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પશુપાલકો દ્વારા પોતાના પશુઓને વહેલી સવારે દોહી રસ્તે રખડતાં મુકવા મામલે પાટણ કલેક્ટરે કડક વલણ અપનાવ્યું છે. અને રખડતાં ઢોરોના માલિકો સામે જિલ્લાની તમામ નગરપાલિકાના ચિફ ઓફિસર્સને કડક કાર્યવાહી ના આદેશ કયૉ છે. પાટણ શહેર સહિત જિલ્લામાં રખડતા ઢોરની વધતી જતી સમસ્યા વિરુદ્ધ ફરીયાદો મળવાથી જિલ્લા કલેક્ટર દ્વારા શનિવારે જિલ્લા ની તમામ નગર પાલિકા ના ચીફ ઓફિસર્સની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ સમસ્યાને નિવારવા માટે ત્વરીત પગલાં લેવા માટે સંલગ્ન ચીફ ઓફિસર્સને સુચન કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં પદાધિકારીઓ અને સ્થાનિકો દ્વારા રખડતા ઢોરો અંગે વારંવાર ફરીયાદ મળે છે તે ફરીયાદને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ ચીફ ઓફિસર્સની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેઠકમાં રખડતા ઢોરને ન માત્ર પાંજરે પુરવા પરંતું તેઓના વ્યવસ્થાપન માટે શું પગલાં લઈ શકાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા તમામ ચીફ ઓફિસર્સને રખડતા ઢોર અંગે વ્યવસ્થાપન માટે ના રોડમેપ તૈયાર કરવા અંગે સુચન કર્યું હુ. તદઉપરાંત તમામ વ્યવસ્થાપન કરીને તમામ રિપોર્ટ તૈયાર કરવા અંગે પણ સુચન કર્યું હતુ. જે પ્રકારે શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોનું પ્રમાણ વધ્યું છે તેના પરીણામે સ્થાનિકોને પડતી હાલાકીને દુર કરવા માટે તેમના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર્સને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી