fbpx

પાટણ પંથકમાં નાગ પંચમીના પાવન પર્વે ભકિતમય માહોલમાં ઉજવાયો..

Date:

ગોગા મહારાજને કુલેર , સુખડી અને શ્રીફળનો ભોગ ધરાવી મહાઆરતી કરી ભકતોએ ધન્યતા અનુભવી..

પાટણ તા. 4 પવિત્ર શ્રાવણ માસ માં ધાર્મિક ઉત્સવો પાટણ ની ધર્મપ્રેમી પ્રજા દ્વારા ભક્તિ મય માહોલ વચ્ચે ઉજવાતા હોય છે. નાગ પંચમીના પર્વ નિમીતે પાટણ શહેરના વિવિધ ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે નાગ પાંચમીની ભક્તિ સભર માહોલ માં ઉજવવા માં આવી હતી. પાટણ ના પ્રાચીન ત્રણ દરવાજા ખાતે આવેલ ત્રિપોરિયા ગોગા મહારાજ મંદિરે ગોગા મહારાજ નો હવન યોજાયો હતો, પંચાસરા ચોક માં આવેલ વડવાળા નાગ દેવતાનું મંદિર આજે દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટ્યા હતા.

પાટણ શહેર ના પંચાસર જૈન દેરાસર માં આવેલ અતિપ્રાચીન ગોગા મહારાજ દર્શન માટે ગોગા મહારાજની મૂર્તિ ને બહાર દર્શન માટે લવાઈ હતી.જેના દર્શન નો ભક્તોએ લ્હાવો લીધો હતો. પાટણ નજીક ચાણસ્મા ના ધરમોડા ગામે આવેલ ગોગા મહારાજ ના મંદિરે ભક્તો દર્શન પૂજન માટે ઉમટ્યા હતા. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નાગ પાંચમી ની ભક્તિમય માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- સિદ્ધપુરના આ સખી સહેલીઓ વર્ષોથી સાથે જ કરે છે મતદાન…

પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 મતદાનને સિદ્ધપુરના મતદારોમાં જુસ્સો...

શેઠ એમ.એન.પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

આજ રોજ ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન પ્રાથમિક...