શાળા પરિવાર દ્રારા કાવ્યા અને તેના પસૅનલ કોચ તેના પિતાને શુભેચ્છાઓ પાઠવી..
પાટણ તા. 4 પાટણની પ્રેરણા મંદિર પ્રાથમિક શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રીમાળી કાવ્યા દીપક કુમારે સેકન્ડ નોર્થ ગુજરાત કરાટે ઓપન ચેમ્પિયનશિપ પાટણ – 2023 માં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ ક્રમે વિજેતા બનતા શાળા પરિવારે ગૌરવ અનુભવી વિજેતા વિધાર્થીની ને શુભેચ્છાઓ પાઠવી હતી.
ધોરણ 2 મા અભ્યાસ કરતી કાવ્યા ની આ સિધ્ધી બદલ કાવ્યાને પર્સનલ કોચિંગ આપનાર તેના વાલી દિપકકુમારને પણ શાળા પરિવાર વતી શુભેચ્છાઓ કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી