fbpx

પાટણ ના શ્રી કરંડિયાવીર સંકુલ ખાતે સત્ય નારાયણ ની કથા સાથે શ્રી ચંદ્રશેખર મહાદેવ ની આગી રચના કરાઈ..

Date:

પાટણ તા. 5 પાટણ શહેરના શ્રી કરંડિયા વીર સંકુલ માં સદગુરુ શ્રી ગોપાલ દાદા ની પ્રેરણા થી શ્રાવણ માસ દરમિયાન શ્રી હિંમતેશ્વર મહાદેવ ની દરરોજ ની પૂજા અર્ચના તથા વિવિધ આંગી નો શૃંગાર કરવામાં આવે છે જેના દશૅન નો લાભ લઈ પાટણ ની ધમૅ પ્રેમી જનતા ધન્ય ભાગ બની રહી છે.

પવિત્ર નાગપંચમી નાઆ દિવસે થાય શ્રી હિંમતેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં શ્રી સત્ય નારાયણ ભગવાન ની કથા તથા શ્રી ચંદ્રશેખર મહાદેવ ની સુંદર આંગી રચના કરવામાં આવી હતી. આ ધામિર્ક પ્રસંગે શ્રી ચંદ્રશેખર મહાદેવ ના અવતાર ની કથા સાથે શિવ પુરાણ નું રસપાન પાટણ ના ભૂદેવ જયેશભાઈ પંડયા દ્રારા કરાવવામાં આવ્યું હતું.

જેમાં તેઓ દ્રારા શિવ પાર્વતી ના વિવાહ દરમિયાન ભગવાન શિવ નું અઘોર રૂપ જોઇ હિમાવન પત્ની બેભાન થયા અને ભગવાન શ્રી વિષ્ણુ એ મહાદેવજી ને સમગ્ર દુનિયા ના અતિ મોહક રૂપવાન વેશ ધારણ કરવા તૈયાર કર્યા જે રૂપ ને ચંદ્રશેખર મહાદેવ ના નામ થી ભક્તો પૂજા કરતા હોવાનો મહિમા વણૅવી શ્રી હિંમતેશ્વર મહાદેવ ના ચંદ્રશેખર રૂપ ની યજમાન પરિવાર દ્રારા ભવ્ય આંગી તથા અન્નકૂટ ભરી કૃતવાન થયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત બ્રહ્મ સમાજ આયોજિત બ્રહ્મ ગૌરવ યાત્રા અને સન્માન સમારોહ પ્રસંગ ઉજવાયો

ગુજરાત સરકાર બ્રહ્મ સમાજના કોઈપણ કાર્ય માટે હંમેશા તત્પર...