પોલીસે અરજીના આધારે બંને મુસ્લિમ ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
પાટણ તા. ૧૫
પાટણ જિલ્લાના તાલુકા મથક સમી ખાતે મકરસંક્રાંતિના દિવસે સવારે નીકળેલ જૈન સમાજના સંઘ દરમિયાન સમીની સાંકડી ગલીઓમાં રીક્ષા લઈને ઉભેલા મુસ્લિમ ઈસમને સંઘ નીકળતો હોય રીક્ષા દૂર કરવા જૈન સમાજના સાધુ ભગવંત દ્વારા જણાવતા ઉસ્કેરાયેલા રીક્ષા ચાલક મુસ્લિમ તેમજ તેના ભાણીયા એ જૈન સાધુ ભગવંત સાથે અસભ્ય વર્તન કરી અપશબ્દ બોલી સમી મુસ્લિમોનું તીર્થધામ હોય તેવું જણાવતા વાતાવરણ તંગ બન્યું હતું અને બનાવની જાણ સમી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી જૈન સંઘમાં જોડાયેલા જૈન સેવક ની અરજીના આધારે બંને મુસ્લિમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સમી પીએસઆઇ એસ.સી.પરમારે જણાવ્યું હતું.
આ બાબતે સમી પીએસઆઇ તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક સમી ખાતે મકર સંક્રાંતિના દિવસે જૈન સાધુ સાધ્વી સાથે જૈન સમાજનો સંઘ સમીના બજાર માર્ગો પરથી પ્રસ્થાન થઈ રહ્યો હતો ત્યારે સમીની સાંકડી ગલીમાં રીક્ષા લઈને ઉભેલા રહીમ ઉસ્માન સૈયદ નામના મુસ્લિમ ઈસમને પોતાની રિક્ષા હટાવી લેવા જૈન સાધુ ભગવંત દ્વારા જણાવતા ઉશ્કેરાયેલા રીક્ષા ચાલક રહીમ ઉસ્માન સૈયદ એ તેઓની સાથે અભદ્ર વર્તન કરી અપશબ્દ બોલી સમી મુસ્લિમોનું તીર્થધામ હોય તેવું જણાવતા અને આ દરમિયાન રિક્ષાચાલકના ભાણીયા રહેમાન યાકુબ સૈયદ એ ઘટના સ્થળે દોડી આવી પોતાના મામા નું ઉપરાણું લઈ જૈન સાધુ ભગવંત સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરતાં મામલો તંગ બન્યો હતો અને બનાવની જાણ સમી પોલીસ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી જૈન સંધ સાથે જોડાયેલા સુમિત શાહ નામના વ્યક્તિ ની અરજી આધારે રહીમ ઉશ્માન સૈયદ અને તેના ભાણા રહેમાન યાકૂબ સૈયદની અટકાયત કરી બન્ને સામે કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી