google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

જિલ્લા સ્વાગત કાર્યક્રમમા 7 અરજદારો ના પ્રશ્નોનું સુખદ સમાધાન માટે અધિકારીઓ ને સુચિત કરાયા..

Date:

પાટણ તા. 27
પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે રાજ્ય સરકારે ગ્રામીણ સ્તરેથી લઈ રાજ્ય સરકાર સુધી સ્વાગત કાર્યક્રમ અમલમાં મુકેલો છે. શુક્રવારે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાભરમાંથી આવેલા 7 જેટલા અરજદારોના પ્રશ્નોને જિલ્લા કલેકટરે રૂબરૂ સાંભળીને પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

પાટણ જિલ્લા કચેરી કલેકટર કચેરીએ આજે 7 જેટલા અરજદારો પોતાના પ્રશ્નો લઈ જિલ્લા સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દબાણના પ્રશ્નો, રોડના પ્રશ્નો, ગટર, ગંદકી, પાણીના પ્રશ્નો વગેરે સંબંધિત પ્રશ્નોને લઈને અરજદારોએ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.જે તમામ પ્રશ્નોને સાંભળી તેનું સ્થળ પર હકારાત્મક નિરાકરણ લાવવા માટે કલેકટરે સંબંધિત અધિકારીઓને સૂચન કર્યાં હતાં.જિલ્લા સ્વાગત માં જિલ્લા કલેકટર અરવિંદ વિજયન,જિલ્લા વિકાસ અધિકારીડી. એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લાના અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ ના છાત્રો એ ફુડ ફેસ્ટિવલ ની ઉજવણી કરી..

વિધાર્થીઓ દ્રારા તૈયાર કરાયેલ ખાણી પીણીના સ્ટોલ ઉભા કરાયા…પાટણ...

સિધ્ધપુર તાલુકાના કોટ અને દેથળી ગામે નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું..

સિધ્ધપુર તાલુકાના કોટ અને દેથળી ગામે નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ અને ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો.

પાટણ તા. ૫ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...