google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

શેઠ એમ એન હાઇસ્કુલ, પાટણ ખાતે શિક્ષક દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી….

Date:

શાળાના 150 વિધાર્થીઓ એ આચાર્ય, શિક્ષક અને સેવક બની એક દિવસ માટે શાળા નું સંચાલન કર્યું…

શિક્ષક બની પોતાનાજ સહાધ્યાયી ઓને ભણાવવાનું એ તેમના માટે એક યાદગાર સંભારણું બન્યું..

પાટણ તા. 5 બધા શિક્ષકોના મૂલ્યવાન કાર્યોને સન્માનિત કરવા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમામ શિક્ષકો ના આદર્શ એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ તા. 5 મી સપ્ટેમ્બર ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ.એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં પણ શિક્ષક દિન ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે સવારે પ્રાર્થના થી શરૂ કરી, બેલ પાડવો તેમજ કલાસ લેવા અને છેલ્લે સમારોહ કાર્યક્રમ નું સંચાલન પણ વિધાર્થીઓએ જ કર્યું હતું. માદયમિક વિભાગના 50 , ઉચ્ચતર માદયમિક વિભાગના 60 વિદ્યાર્થી ભાઈ -બહેનોએ સ્વયંશિક્ષક તરીકે ઉત્સાહભેર જવાબદારી નિર્વહન કરેલી. ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં વિધાર્થી રાવળ જયમીને આચાર્ય, તેમજ વૃંદા અને પટેલ ફેના એ સુપરવાઇઝર તરીકેની ઉત્તમ જવાબદારી નિભાવી હતી. માદયમિક વિભાગમાં સોલંકી નીતિન ,ઉચ્ચતર માધ્યમિકમાં પટેલ પ્રથમ, પટેલ દેવ,પટેલ મિશ્વ એ સેવકભાઈની જવાબદારી નિભાવી હતી. શાળા પરિવાર માંથી માદયમિક વિભાગમાંથી શિક્ષક ભાઈ બહેનો જયેશભાઇ પરમાર, કૈલાશબેન પટેલ, ઉચ્ચતર માદયમિક વિભાગમાંથી શ્રીમતી ગીતાબેન પરમાર, પ્રજાપતિ વિષ્ણુભાઈ અને પાર્થકુમાર જયંતિભાઈ જોષી એ કન્વીનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી.

સ્વયં શિક્ષક બનેલા શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષકનું પરફોર્મન્સ આપનાર વિદ્યાર્થીઓ જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી દરજી હેત પ્રથમ નંબર,પટેલ આરવી બીજા નંબરે જ્યારે પટેલ યશ્વી એ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેવી જ રીતે માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબરે રાવળ હિરલ, દ્વિતીય નંબરે પટેલ ફેરી, તૃતીય નંબરે પ્રજાપતિ ધાર્મિક રહ્યા હતા. સારુ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનામ આપી સન્માનવામાં આવશે. અંતે સમરોહ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ નું સંચાલન પણ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. પટેલ કાવ્ય, સોલંકી નીતિન અને ઠાકોર, હેમાંગીએ શિક્ષક તરીકે ના પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓમાંથી પટેલ વૃંદે શિક્ષક દિન વિશે ખૂબ જ સુંદર માહિતી પૂરી પાડી હતી. શાળાના મદદનીશ શિક્ષક જયેશભાઈ પરમારે શિક્ષક દિન નું મહત્વ સમજાવતું સરસ મજાનું કાવ્ય પઠન કર્યું અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરી દીધા. કાર્યક્રમની આભાર વિધિ ઉચ્ચતર માધ્યમિકમાં સુપરવાઇઝર બનેલા વિધાર્થી પટેલ વૃંદા એ કરી હતી. કાર્યક્રમ નો અંતિમ ઓપ શાળા ના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે આપ્યો જેમણે શિક્ષક દિનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તેમજ તેમને તૈયાર કરનાર માર્ગદર્શક શિક્ષક મિત્રો ને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ના કન્વેન્શન હોલમાં આઈ જી પી ના અધ્યક્ષ પદે લોક દરબાર યોજાયો..

વ્યાજખોરી ના દુપણ ને ડામવા ગત વર્ષે પાટણ જિલ્લામાં...