મહાઆરતી અને આતશબાજી ના કાયૅમાં પાટણ ના શિવભકતો જોડાયાં..
પાટણ તા. 5 પવિત્ર શ્રાવણ માસમાં પાટણના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શિવજીને વિવિધ પ્રકારના મનોરથો થકી રિઝવવામા આવતાં હોય છે
ત્યારે પાટણ શહેરના રેલ્વે સ્ટેશન માર્ગ પર આવેલા શ્રી બગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે આખો શ્રાવણ મા ભગવાન શિવજી સન્મુખ વિવિધ પ્રકારની આંગીઓ તેમજ મનોરથો ના ઉત્સવો ઉજવવામાં આવી રહ્યા છે જેનો પાટણ શહેરની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રી બગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રાવણ માસના ત્રીજા સોમવારે મહાકાલ યાત્રાનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું શ્રી બગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે વિશાળ શિવ ભકતોની ઉપસ્થિત મા નીકળેલી આ મહાકાળ યાત્રા રેલવે સ્ટેશન વીકે ભુલા હાઈસ્કૂલ પાછળ થઈને નિજ મંદિરે સંપન્ન બની હતી. ત્યારબાદ મંદિર પરિસર ખાતે મહાઆરતી અને આતશબાજી નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી