પાટણ તા. 13 પાટણ જિલ્લાની હારીજ તાલુકા પંચાયત તેમજ સાંતલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ ની બુધવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ચુંટાયેલ સદસ્યો પૈકીના 10 સદસ્યો દ્રારા ભાજપ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરવા બદલ જિલ્લા ભાજપ દ્રારા 10 સદસ્યો ને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોરે જણાવ્યું હતું. પાટણ જિલ્લા ભાજપ દ્રારા હારીજ તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની બુધવારે આયોજિત ચુટણીમાં હારીજ તાલુકા પંચાયત ના ભાજપના અડિયા બેઠક ના સદસ્ય ઠાકોર હેતલબેન ઉદાજી એ પાર્ટીના મેન્ડેડ વિરુદ્ધ પોતાનું મતદાન કરતા તેઓને પાર્ટીમાંથી પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તો સાંતલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુટણીમાં ભારતીય જનતા પાર્ટી ના મેન્ડેડ વિરુદ્ધ મતદાન કરનાર ચૌધરી સકતાભાઇ ખેતાભાઇ એકડા બેઠક, ૨.મલેક મદીનાબેન ઇમરાનભાઇ વારાહી-૧ બેઠક,૩.ઠાકોર બાબુભાઇ વાઘાભાઇ ગાંજીસર બેઠક, ૪. ઠાકોર સામતભાઇ ઇશ્વરભાઇ ઝામ બેઠક,૫.આયર વિરમભાઇ ભીખાભાઇ વૌવા બેઠક, ૬.ચૌધરી ભાવનાબેન રમેશભાઇ વારાહી-૨ બેઠક,૭.મલેક હીનાબેન સામતભાઇ સિધાડા બેઠક,૮.આયર સાનુબેન હીરાભાઇ ધોકાવાડા બેઠક અને ૯.ઠાકોર મફાભાઇ સવશીભાઇ ગોખાંત્તર બેઠક ને પક્ષના મેન્ડેડ વિરુદ્ધ મતદાન કરવા બદલ જિલ્લા ભાજપ દ્રારા તાત્કાલિક અસરથી પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અહેવાલ યશપાલ સ્વામી