google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ગ્રામજનોની એકતા થી જ ગામમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહેતી હોય છે : પ. પુ. દોલતરામ બાપુ …

Date:

પાટણના આંબાપુરા ગામે સમસ્ત ગ્રામજનોના સહકારથી નિર્માણ પામનાર શ્રી રામદેવપીર મંદિર નું ભૂમિ પૂજન કરાયું…

પાટણ તા. 10 પાટણ તાલુકા ના આબાપુરા ગામે સમસ્ત ગ્રામજનોના સુંદર સાથ અને સહકાર થી રવિવારે તારીખ 10.9.2023.ના રોજ શ્રી રામદેવપીર ના મંદિર નુ ભુમિ પુજન નોરતા નિવાસી સંત શ્રી પ. પુ. દોલતરામબાપુ ના વરદ હસ્તે કરવામા આવ્યું હતું. શ્રી રામદેવપીરના નવ નિમૉણ થનાર આ મંદિર ના ભુમિ પુજન પ્રસંગે ઉપસ્થિત રહેલા નોરતા ના સંત શ્રી દોલતરામ બાપુએ સમસ્ત ગ્રામજનોને પોતાના રૂડા આશીર્વાદ પાઠવી જણાવ્યું હતું કે ધામિર્ક વૃતિ ધરાવતા જે ગામે ગ્રાજનોનો વસવાટ હોય તે ગામમાં હમેશાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહેતી હોય છે

ત્યારે આબાપુરા ગ્રામજનોની એકતા સાથે નિમૉણ થનાર શ્રી રામદેવપીર ના મંદિર નિમૉણ ની કામગીરી સોના મા સુગંધ સમાન બની રહેશે. આ ધામિર્ક ભુમિ પુજન પ્રસંગે નોરતા મહાદેવ મંદિર ના મહંત શ્રી દક્ષગિરી તથા નરભેરામ મંદિરના મહંત શ્રી ઉમાશંકર મહારાજે પણ ખાસ ઉપસ્થિત રહી ગ્રામજનોને આશીર્વાદ પાઠવ્યા હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા સહકારી સંઘની 26 મી જનરલ સભા યોજાઇ…

સંઘના પાટણ જિલ્લાના અધ્યક્ષ ના વિદેશ ગમનની શુભેચ્છાઓ પાઠવવામાં...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે “ભવિષ્ય લેબ છે” થીમ પર વિશ્વ પ્રયોગશાળા દિવસ ઉજવાયો.

પાટણ તા. ૨૩વિજ્ઞાનના મૂલ્યને પ્રોત્સાહન આપવા અને વૈજ્ઞાનિકો અને...

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી..

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.. ~ #369News