પાટણ તા. ૨૩
વિજ્ઞાનના મૂલ્યને પ્રોત્સાહન આપવા અને વૈજ્ઞાનિકો અને સંશોધકોની આગામી પેઢીને પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. ૨૩ એપ્રિલ ના રોજ “ભવિષ્ય લેબ છે” થીમ પર વિશ્વ પ્રયોગશાળા દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં 100 થી વધુ સહભાગી
ઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનીક ચર્ચા ઇન્ટરેક્ટિવ સાધનોના માધ્યમથી સહ ભાગી ઓને પ્રયોગશાળાનું મહત્વ તેમાં વપરતા વિવિઘ સાધનો અને તેના ઉપયોગ વિશે નિદર્શન કરવામાં આવ્યું હતું.
સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રી જણાવ્યુ હતું કે વિશ્વ પ્રયોગશાળા દિવસ તે સ્થાન ની ઉજવણી કરે છે જ્યાંથી મહાન શોધો ઉદ્ભવે છે, જે વિશ્વને વધુ સારી જગ્યા બનાવે છે. આ દિવસ તેમને પણ યાદ કરે છે જેઓ આ પ્રયોગ શાળાઓમાં સંશોધન અને પ્રયોગો કરે છે. તેમને વધુમાં જણાવ્યું કે વિશ્વની આરોગ્ય સંભાળ અંતર્ગત ચાલતી પ્રયોગશાળામાં કામ કરી રહેલા વેજ્ઞાનિકો અને સંશોધકો જે નવી શોધો કરવા અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ હાસિલ કરવા માટે સખત મહેનત કરે છે એટલે તેમને પ્રોત્સા હન અને સન્માન મળવું જોઈએ તેવું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી