fbpx

સિદ્ધપુર નગરપાલિકા ના અઢી વર્ષ માટે ના પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે બન્ને મહિલાઓને સુકાન સોંપાયુ..

Date:

પ્રમુખ પદે અનિતાબેન પટેલ અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકર જયારે કારોબારી ચેરમેન પદે રશ્મિન દવેની વરણી..

પાટણ તા. 12 સિદ્ધપુર નગરપાલિકાના વતૅમાન પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્યનો અઢી વર્ષ નો કાર્યકાળ સિધ્ધપુર ના વિકાસ અને અવરોધ વચ્ચે અનેક ચઢાવ ઉતાર સાથે પૂર્ણ થયો છે ત્યારે સિધ્ધપુર નગરપાલિકાના આગામી અઢી વષૅ ના પ્રમુખ-ઉપપ્રમુખ માટે મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાયેલ મેન્ડેડ સાથે અનિતાબેન પટેલ ને પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકર વરાતા અને કારોબારી ચેરમેન પદે રશ્મિન દવે ની પસંદગી કરવામાં આવતા સિધ્ધપુર નગરપાલિકામાં કેસરીયો માહોલ છવાયો હતો. મંગળવારે સિધ્ધપુર નગરપાલિકાના સભાખંડ ખાતે આયોજિત સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણીને લઈ ભાજપ દ્વારા નવા પ્રમુખના નામ નું મેન્ડેડ અનિતાબેન પટેલ અને ઉપપ્રમુખ નું મેન્ડેડ સોનલબેન ઠાકર નામનું જાહેર કરવામાં આવતાં બન્ને મહિલાઓને પ્રમુખ ઉપપ્રમુખ પદે ચુંટાયેલ ધોષિત કરવામાં આવ્યા હતા.જયારે કારોબારી ચેરમેન પદે રશ્મિન દવે ના નામ ઉપર પસંદગીનો કળશ ભારતીય જનતા પાર્ટી એ ઢોળતા સિધ્ધપુર નગરપાલિકા કેમ્પસમાકેસરીયો માહોલ છવાયો હતો. સિધ્ધપુર નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને ઉપસ્થિત ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ અન્ય સદસ્યો એ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તો આગામી અઢી વર્ષ માટે સિધ્ધપુર નગરપાલિકાનું સુકાન બંને મહિલાઓને સોંપવામાં આવ્યું હોય બંને મહિલાઓએ સિદ્ધપુરના અધૂરા રહેલા વિકાસકામો અને શહેરીજ નોની પ્રાથમિક સુવિધાઓને પરિપૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ આટૅસ કોલેજ ખાતે સ્તન કેન્સર જાગૃતિ નિદાન અને સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 5 આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ અને સહયોગી સંસ્થા...

પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરાયું…

પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા માટે માર્ગદર્શન સેમીનાર નું આયોજન કરાયું… ~ #369News

૩ એજન્સીઓએ રોયલ્ટી ભર્યા વગર કુલ 11.16 લાખ મેટ્રિક ટન માટીનો ઉપયોગ કર્યો હતો

પાટણ-ભીલડી બ્રોડગેજ લાઈનમાં માટીની રોયલ્ટી ચોરી કરનાર 3 એજન્સીને...