આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠન ને મજબૂત કરવા આહવાન..
ગાંધીનગર તા. 6 ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને તેમજ આગામી દિવસોમાં આયોજિત કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો ના ભાગરૂપે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મહત્વ ની બેઠક મંગળવારે આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને ગુ.પ્ર.મહામંત્રી રજનીભાઈ પટેલ,કચ્છ લોકસભા ના સાંસદ અને ગુ.પ્ર મહામંત્રી વિનોદભાઈ ચાવડા,અનુસૂચિત જાતિ મોરચા ના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા,મોરચાના પ્રભારી ઝવેરભાઈ ઠકરાર,મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, દેવેનભાઈ વર્મા સહિત પ્રદેશ ના સૌ પદાધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
બેઠકમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ મહામંત્રી રત્નાકર જી એ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુસુચિત જાતિ મોરચા ને વધુ મા વધુ સંગઠીત બનાવવા અને ભારતીય જનતા પાર્ટી ની તાકાત ને વેગ આપવા અપીલ કરી સપ્ટેમ્બર માસમાં આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંપૅક અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મ દિવસથી સરદાર વલ્લભ ભાઈ પટેલ ના જન્મ જયંતી નિમિત્તે સેવાકાર્ય કાર્યક્રમો, નવેમ્બર માસમાં યુવા સંવાદ સાથે અનુસુચિત જાતિના મંદિરો ખાતે સેવકો સાથે સંવાદ અને ધાર્મિક પ્રસંગોની ઉજવણી, ડો.આબેડકરજી ની સંકલ્પ ભૂમિ વડોદરા થી તેમની જન્મભૂમિ મહૂ મધ્યપ્રદેશ સુધી ની બાઈક યાત્રા સાથે નમો મિત્ર અભિયાન, સદસ્યતા અભિયાન, વસ્તી સંપકૅ અભિયાન, નવેમ્બર માસમાં ચાર ઝોનમાં એડવોકેટ અને પત્રકાર સંવાદ સંમેલન, જિલ્લા મહાનગરમાં નાગરિક ફરજ રેલી, પંચતિથૅ પૂજન યાત્રા, જાન્યુઆરી માસમાં સાવિત્રીબાઈ ફુલે જન્મ દિવસથી રમાબાઈ આંબેડકર જન્મ દિવસ સુધી ચાર ઝોનમાં નારી સન્માન સંમેલન સાથે લાભાર્થી સંપકૅ અભિયાન સહિત ના કાર્યક્રમ ની રૂપરેખા આપી આ તમામ કાર્યક્રમો ને સફળ બનાવવા અનુરોધ કરી સોશિયલ મીડિયા ની કાયૅ શાળા ને સંબોધી હતી.
આ બેઠકમાં ઉપસ્થિત રહેલા અન્ય આગેવાનો દ્વારા પણ લોકસભાની ચૂંટણી સહિત આગામી આયોજિત થનાર વિવિધ કાર્યક્રમો ની વિસ્તૃત જાણકારી પ્રદાન કરી લોકસભાની ચૂંટણીમાં અનુસુચિત જાતિ મોરચાની કામગીરી અવ્વલ રહે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા ના પ્રદેશ પદાધિકારીઓ,જિલ્લા તથા મહાનગરના પ્રમુખો, મહામંત્રીઓ, ઝોન પ્રભારીઓ, જિલ્લા પ્રભારીઓ, પ્રદેશ સોશિયલ મીડિયા, પ્રદેશ મિડિયા ના નવ નિયુકત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી