પ્રમુખ પદે સીતાબેન દેસાઈ અને ઉપપ્રમુખ પદે ઈશ્વરભાઈ દેસાઈ ચુંટાયા..
પાટણ તા. 13 સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ના અઢી વર્ષના શાસનનો કાયૅકાળ પૂણૅ થતા આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ ઉપપ્રમુખ માટેની બુધવારના રોજ સરસ્વતી તાલુકા પચાયત ખાતે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના બે સદસ્યોએ ભાજપ ના પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારને સમર્થન આપતા સરસ્વતી તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી ભાજપે કેસરીઓ લહેરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સરસ્વતી તાલુકા પંચાયતમાં બહુમતીના જોરે છેલ્લા અઢી વર્ષથી કોંગ્રેસે શાસનની ધુરા સંભાળી હતી. ત્યારે અઢી વર્ષ ની ટમૅ પુરી થતાં બુધવારે આગામી અઢી વર્ષ માટે ના પ્રમુખ ઉપપ્રમુખ ની ચુટણી યોજવામાં આવી હતી.
જેમાં કુલ 24 સદસ્યો પૈકી કોગ્રેસ ના 13 સદસ્યો અને ભાજપના 11 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ ના ઉમેદવારો ને કોગ્રેસના બે સદસ્યો એ સમથૅન આપતા ભાજપે સરસ્વતી તાલુકા પંચાયત કોગ્રેસ પાસેથી છીનવી ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. સરસ્વતી તાલુકા પચાયત મા સીતાબેન દેસાઈ નવા પ્રમુખ અને ઈશ્વરભાઈ દેસાઈ ઉપપ્રમુખ તરીકે ચુંટાઈ આવતાં ઉપસ્થિત ભાજપના આગેવાનો, કાર્યકરો સહિત સરસ્વતી તાલુકા પંચાયતના સદસ્યોએ મો મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી હતી. ચુંટાયેલ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સરસ્વતી તાલુકા ના વિકાસ કામોને વેગવાન બનાવવાની ખાતરી આપી હતી.
અહેવાલ યશપાલ સ્વામી