પાટણ તા. 29 મેજર ધ્યાનચંદજી ની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં તા. 29 ઓકટોબરે”નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત પાટણ જિલ્લા કક્ષાનો નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ ઈનસ્કુલ યોજના હેઠળ ચાલતી સાંપ્રા પ્રાથમિક શાળા, સાંપ્રા તા.સરસ્વતિ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઇ પટેલ, જિલ્લા રમત ગમત અધિકારી, નરેશભાઇ ચૌધરી તથા ખોખો કોચ જિમિતભાઈ પટેલ, ઈન સ્કુલ ટીમ મેનેજર કિરીટભાઈ પટેલ,શાળાના આચાર્ય શ્રીમતિ નયનાબેન ઝાલા, વ્યાયામ શિક્ષક રાજેન્દ્રભાઈ ચૌધરી, ગામના આગેવાનો તથા SMC ના સભ્યો હાજર રહ્યા હતા. સ્પોર્ટ્સ ડે માં દરેક ઇવેન્ટ માં વિજેતા થનાર ખેલાડીઓને સિલ્ડ જિલ્લા રમત વિકાસ અધિકારી પાટણ દ્વારા એનાયત કરવામાં આવેલ તમાણ ભાગ લેનાર બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી