પ્રમુખ પદે લલીબેન રબારી અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકોર ચુંટાયા..
તાલુકા પંચાયત ના અપક્ષ ચુંટાયેલ રૂકશાના શેખે ભાજપને સમથૅન આપ્યું..
પાટણ તા. 13 પાટણ તાલુકા પંચાયતની આગામી અઢી વર્ષ માટેની પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાટે બુધવારે તાલુકા પંચાયતના સભાખંડ ખાતે ચૂંટણી આયોજિત કરાઈ હતી જેમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા અપક્ષ ઉમેદવાર રૂકસાના શેખે ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરતા ભાજપ ના પ્રમુખ પદ ના ઉમેદવાર રબારી લલીબેન જયરામભાઈ તથા ઉપપ્રમુખ પદના ઉમેદવાર સોનલબેન લેબુજી ઠાકોર ચુંટાઈ આવતાં પાટણ તાલુકા પંચાયત માં કેસરીયો માહોલ છવાયો હતો.
પાટણ તાલુકા પંચાયતની બુધવારે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદે ભાજપના ઉમેદવાર લલીબેન ઠાકોરને તેમજ ઉપપ્રમુખ ના ઉમેદવાર સોનલબેન ઠાકોર ને અપક્ષ રૂકશાના શેખ નું સમથૅન મળી કુલ 11 મત મળ્યા હતા. જ્યારે કોગ્રેસ ના પ્રમુખ ઉમેદવાર સાજી ગુલામ રસુલ અને ઉપપ્રમુખ ઉમેદવાર ભરતજી તલાજી ઠાકોર ને ૮ મત મળતા અને કોગ્રેસ ના એક સદસ્ય ગીતાબેન મોતીભાઈ રબારી ગેરહાજર રહેતા ભાજપ ના લલીબેન ઠાકોર પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે સોનલબેન ઠાકોર વિજય બનતા પાટણ તાલુકા પંચાયત કચેરી માં કેસરિયો માહોલ છવાયો હતો તો ચૂંટાયેલા નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખને ભાજપના આગેવાનો અને જિલ્લા પંચાયતના અન્ય સદસ્યોએ મીઠું કરાવી હારતોરા કરી શુભેચ્છા પાઠવી હતી તો નવ નિયુકત પ્રમુખ અને ઉપપ્રમુખે તાલુકાના વિકાસકામોને આગળ ધપાવવાની બાંહેધરી સાથે સૌના સાથ સૌના વિકાસના મંત્રને ચરીતાથૅ કરાશે તેવું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી