સિદ્ધપુર તાલુકા પંચાયત માં ભાજપ પ્રમુખ તરીકે ગીરીબેન ઠાકોર ઉપપ્રમુખ તરીકે જગદીશ પટેલની વરણી…
પાટણ તા. 13 કોંગ્રેસ શાસિત સિદ્ધપુર તાલુકા પંચાયત સિદ્ધપુર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ના પ્રયત્નો થી ભાજપ શાસિત બનતા સિધ્ધપુર તાલુકા પંચાયતમાં કેસરિયો રચાયો હતો. કોંગ્રેસ શાસિત સિદ્ધપુર તાલુકા પંચાયતમાં અઢી વર્ષ ની ટર્મ પૂરી થતાં નવીન ટર્મ માટે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત ના 21 સદસ્યો માંથી 12 સદ્સ્યો એ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી ના ઠાકોર ગીરીબેન દિલિપજી અને ઉપપ્રમુખ પદે જગદીશભાઈ જોઈતારામ પટેલ ને સમર્થન આપતા સિદ્ધપુર તાલુકા પંચાયત માં ભારતીય જનતા પાર્ટી નુ શાસન સ્થપાયું છે.
સિદ્ધપુર તાલુકા પંચાયત ના ભાજપ દ્વારા પ્રમુખ તરીકે ગીરીબેન ઠાકોર તથા ઉપ પ્રમુખ તરીકે જગદીશ કુમાર પટેલ નું ઉમેદવાર તરીકે ફોર્મ ભરવામા આવ્યું હતું. જયારે કોંગ્રેસના પ્રમુખ તરીકે આશાબેન ચૌધરી ,ઉપપ્રમુખ તરીકે દશરથભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી. ત્યારે 12 સદ્સ્યો એ પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી ના ઠાકોર ગીરીબેન દિલિપજી અને ઉપપ્રમુખ પદે જગદીશભાઈ જોઈતારામ પટેલ ને સમર્થન આપતા સિદ્ધપુર તાલુકા પંચાયત માં ભારતીય જનતા પાર્ટી નુ શાસન આવ્યુ હતું. જેમાં એક કોગ્રેસ ના સભ્ય એ રાજીનામુ આપ્યું હતું તો બે કોગ્રેસ ના સભ્યોએ કોર્સ વોટીંગ કરતા ભાજપના ઉમેદવાર ની જીત થઈ હતી.
અહેવાલ યશપાલ સ્વામી