ઉપપ્રમુખ નું મેન્ડેડ મેળવનાર ઉમેદવાર સામે ભાજપના બળવાખોર મહિલા ઉમેદવાર ઉપપ્રમુખ તરીકે ચુંટાયા..
પાટણ તા. 13 ભાજપ શાસિત સાંતલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ- ઉપપ્રમુખની અઢી વર્ષ ની અવધી પૂણૅ થતાં બુધવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ શાસિત સાંતલપુર તાલુકા પંચાયત હોવા છતાં તેમની પાસે એક પણ અનુસુચિત જાતિ નો ઉમેદવાર ન હોવાથી કોગ્રેસ ના મહિલા ઉમેદવાર ને પ્રમુખ તરીકે વરણી કરવાની નૌબત આવી હતી. તો ઉપપ્રમુખ પદે પણ ભાજપ દ્રારા મેન્ડેડ અપાયેલ મહિલા ઉમેદવાર ની સામે ભાજપના જ અન્ય મહિલા સદસ્યા દ્રારા ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવતાં અને ભાજપ ના જ સદસ્યો દ્રારા પાર્ટી દ્વારા અપાયેલ ઉપપ્રમુખ પદના મેન્ડેડ વાળા મહિલા સદસ્યા વિરુદ્ધ મતદાન કરતાં ઉપપ્રમુખ પદ પણ ભાજપ નું છીનવાયુ હોવાનો ધાટ ઘડાયો હતો. સાંતલપુર તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં બુધવારે આયોજિત પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુટણીમાં અનુસુચિત જાતિ ના કોંગ્રેસના મહિલા સદસ્યા કંકુબેન ને સાંતલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ પદે સતારૂઢ કરવાની નૌબત આવી હતી. સાતલપુર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાં ભાજપ પાસે 12 અને કોંગ્રેસ પાસે 6 બેઠક હોય પરંતુ ભાજપ ના 12 સદસ્યો પૈકી એકપણ સદસ્ય અનુસુચિત જાતિ નો ન હોવાથી કોગ્રેસ ના અનુસુચિત જાતિના સદસ્યા કંકુબેન ને પ્રમુખ બનાવવાની ફરજ પડી હતી. તો ઉપપ્રમુખ પદ માટે ભાજપ દ્રારા આયર રૈયાબેન ને મેન્ડેડ આપવામાં આવ્યું હતું પરંતુ તેમની સામે ભાજપના જ મહિલા સદસ્યા મલેક મદીનાબેને ઉપપ્રમુખ પદે ફોમૅ ભરતા અને ભાજપના અન્ય સદસ્યો એ પણ ભાજપના મેન્ડેડ મેળવનાર મહિલા ઉમેદવાર ના સમથૅન મા વોટીંગ કરવાની જગ્યાએ મેન્ડેડ વગર ફોમૅ ભરનાર મલેક મદીના ના તરફેણમાં વોટીંગ કરી તેઓને ઉપપ્રમુખ પદે ચુટી કાઢતા સાતલપુર તાલુકા પંચાયત ભાજપ શાસિત હોવા છતાં કોગ્રેસ ના ઉમેદવાર પ્રમુખ પદે અને ભાજપ સામે બળવો કરી ઉમેદવારી કરનાર ભાજપના જ મહિલા સદસ્યા ઉપપ્રમુખ પદે આરૂઢ થતાં ભાજપના આગેવાનો અને કાયૅકરોમાં સોપો પડી જવા પામ્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી