fbpx

પાટણની શેઠ બી.એમ.હાઈસ્કૂલ ખાતે સર્વાઇકલ કેન્સર અવરનેસ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૨૫
પાટણની શેઠ બી.એમ.હાઇસ્કુલ ખાતે શનિવારે સર્વાઇકલ કેન્સર અવેરનેસ કાર્યક્રમ નું આયોજન રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘના પ્રાંત મહિલા મંત્રી ડો હેમાંગીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી, ગાયનેક ડો. નૈસર્ગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શેઠ બી. એમ. હાઇસ્કુલ ના આચાર્ય રાજેશભાઈ પટેલ તથા સ્ટાફ મિત્રો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવા માં આવ્યું હતું. ત્યારબાદ ડો. નૈસર્ગીબેન પટેલે ગભૉસય ના મુખના કેન્સર વિશેની તથા સ્ત્રીઓમાં થતા ગાયનેક પ્રોબ્લેમ ની સચોટ માહિતી સાથે માર્ગદર્શન પુરૂ પાડી તેના ઉપાયો વિશે સમજ આપી હતી.

પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ સર્વાઇકલ અવરનેશના આયોજિત સુંદર કાર્યક્રમ બદલ હેમાંગી બેન પટેલ તથા ડો. નૈસર્ગીબેન પટેલ ને અભિનંદન પાઠવીસમાજમાં લોકો સર્વાઇકલ કેન્સર થી જાગૃત બને તથા હેલ્થ કોન્સીયસ બની આ બાબતે જાગૃતિ કેળવે તેવી હિમાયત કરી સમાજમાં આવી જાગૃતિની ખૂબ જ તાતી જરૂરિયાત હોવાનું જણાવી સમાજમાં લોકોને જાગૃત કરવા માટે આવા અભિયાન ખૂબ જ સરાહનીય હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ તથા સ્ટાફ મિત્રોએ સહકાર આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

વેકેશન પૂર્ણ થતા સ્કૂલોમાં બાળકોના કિલકિલાટ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું…

શાળા સંચાલકો દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજી બાળકોને મો મીઠું...

સાંતલપુર તાલુકાના વૌવા પ્રાથમિક શાળા ખાતે BSF-194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો…

સાંતલપુર તાલુકાના વૌવા પ્રાથમિક શાળા ખાતે BSF-194 બટાલિયન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો… ~ #369News

શંખેશ્વર તીર્થ ખાતેના રાજેન્દ્રસૂરિ નવકાર મંદિર માં જૈના ચાર્ય શ્રી ના સાનિધ્ય માં યોજાયા વર્ષીતપ ના પારણા.

જૈન ધર્મનું અત્યન્ત મહિમાવંત તપ એટલે વર્ષીતપ:નિપુણરત્નવિજયજી. પાટણ તા. ૧૦શંખેશ્વર...