ગૃપની 20 થી વધુ મહિલાઓનું નિદાન કરી જરૂરી દવાઓ સાથે માગૅદશૅન પુરૂ પાડવામાં આવ્યું..
પાટણ તા.13 તબીબી ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરનાર પાટણ શહેરની સુભદ્રા નગર ખાતે આવેલ અવની હોસ્પિટલ ના ગાયનેક તબીબ ડોક્ટર વ્યોમેશ એમ શાહ દ્વારા અવાર નવાર સ્ત્રીને લગતા રોગોના નિદાન અને સારવાર માટે ના કેમ્પો નું આયોજન કરવામાં આવતું હોય છે.
ત્યારે બુધવારના રોજ પાટણની જાયન્ટ્સ સહિયર ગ્રુપ ની બહેનો માટે સ્ત્રીઓને લગતા રોગો અને તેની સારવાર માટે ના કેમ્પનું આયોજન અવની હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ડોક્ટર વ્યોમેશ શાહ અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ ના સહયોગ થી આયોજિત કરાયેલા આ નિદાન સારવાર કેમ્પ માં ડોક્ટર વ્યોમેશ શાહ અને ડો. રોનક પટેલે ગૃપની 20 થી વધુ બહેનો ને ગભૉશય ના કેન્સર, સ્તન કેન્સર સહિત અનિયમિત પિરિયડ મા આવવું જેવી મહિલાઓને લગતી રોગો વિશે જાણકારી આપી જરૂરી માગૅદશૅન પુરૂ પાડી મહિલાઓની સોનોગ્રાફી સાથે તપાસ કરી જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી હતી.
તો ગૃપની જરૂરિયાત મંદ મહિલાઓને આગળ ની તપાસ નિશુલ્ક પુરી પાડવાની સાથે જરૂરી ઓપરેશન તેમજ દવાઓ પણ રાહતદરે આપવા માટે જણાવ્યું હતું. ડોક્ટર વ્યોમેશ શાહની અવની હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ સહિયર ગૃપના આયોજિત આ કેમ્પમાં પ્રમુખ ભાવનાબેન પટેલ ,મંત્રી આશાબેન ખમાર,ઉપપ્રમુખ વિશાખાબેન દવે, ચેતનાબેન પ્રજાપતિ, રીટાબેન શાહ, માનસી બનાવાલ,મેધાવી બનાવાલ સહિતની બહેનોએ ડો.વ્યોમેશ શાહ અને ડો. રોનક પટેલ સહિત સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી