પાટણ તા. ૨૪
આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને શહેરમાં ઉદ્ભવતી ટ્રાફિક ની સમસ્યાને નિવારવા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન પાર્કિંગ માટેના સ્ટેન્ડો નક્કી કરવામાં આવ્યા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય બજાર માર્ગો પર અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે તંત્ર દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ (વાઘ બારસ) થી તા.૦૬/૧૧/ ૨૦૨૪ (લાભપાંચમ) સુધી દિવાળીના તહેવારો હોઈ આ તહેવારો દરમિયાન લોકો બજારમાં ખરીદી કરવાં પાટણ શહેર તેમજ આજુબાજુના ગામો માંથી આવતા હોઈ પાટણ શહેરના બજારમાં લોકો ની ભીડ થાય છે. લોકો પોતાના વાહન સાથે આવતાં હોઈ ટ્રાફીક નિયંત્રણ કરવું જરૂરી બન્યું છે.
ટ્રાફીક નિયંત્રણ માટે લોકો પોતાના વાહનો પાર્કિંગ કરી શકે તે માટે સંદર્ભદર્શિત પત્રથી પાટણ નગર પાલિકા ની ચીફ ઓફિસરને જણાવેલ જગ્યાઓના માલિકની સંમતિ મેળવી વાહનોનું પાર્કિંગ નીચે મુજબની પાર્કિંગ માટે નક્કી કરેલ જગ્યાઓમાં કરે તે માટે સુનિશ્વિત કરવામાં આવ્યા છે. તેમજ સદર જગ્યાઓ પર પાર્કીંગ સુચારૂ રીતે થાય તે મુજબ કર્મચારીઓના ઉપરોક્ત દિવસો દરમિયાનના કચેરી હુકમ કરવા સુચિત કરવામાં આવ્યાં છે.
દિવાળીના તહેવારોને લઈને વાહન પાર્કિંગ માટે શહેરના શ્યામા પ્રસાદ પાર્ટી પ્લોટની સામે ખાડિયા બળિયા હનુમાન ટ્રસ્ટ મેદાન, પ્રગતિ મેદાન, ચર્તુભુજ બાગની સામે, જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહની જગ્યા અને એમ. એન. હાઈસ્કૂલના મેદાનની જગ્યા સુચિત કરવામાં આવી હોવાનું સબ ડીવી ઝનલ મેજીસ્ટ્રેટ દ્રારા જણાવાયું છે.
અહેવાલ યશપાલ સ્વામી