પાટણ તા. 14 ચાણસ્મા તાલુકા ના ઇટોદા પ્રાથમિક શાળા ખાતે કૃમિ નાશક પ્રોગ્રામ ની ઉજવણી ગુરૂવારે કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારી વિરેન ચૌહાણ દ્રારા પ્રોગ્રામ ને અનુરૂપ કૃમિ ના પ્રકાર સમજાવી પૂરતી માહિતી અને સાવચેતી ના પગલાં ના ભાગ રૂપે 100 % સૌચલાય ઉપયોગ અને સાબુ થી હાથ ધોવાની રીત પણ સમજાવી તેમજ અન્ય આરોગ્યપદ ટેવો ની બાળકો ને સમજ આપી હતી.
શાળા ના નોડલ શિક્ષક અને આશા વકૅર બહેનો દ્વારા તમામ બાળકો ને કૃમિ ની આલ્બેન્ડાઝોલ 400mg ની ગોળી આપવામાં આવી હતી. પ્રાથમિક શાળા ના આચાર્ય રાકેશભાઈ મોદી અને શિક્ષક સ્ટાફ દ્વારા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ઇટોદા તેમજ આરોગ્ય પરિવાર પાટણ નો આયોજિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી