google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની 227 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના 4500 શૈક્ષણિક સ્ટાફ ની ભરતી માટે બે દિવસીય ઓપન ઇન્ટરવ્યૂનો પ્રારંભ.

Date:

પાટણ તા. ૮
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 227 સેલ્ફ ફાયનાન્સ કોલેજોના 4500 શૈક્ષણિક સ્ટાફ માટે શનિ અને રવી એમ બે દિવસ ઓપન ઈન્ટરવ્યું નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ઈન્ટરવ્યુ મા પહેલેથી જ ઉમેદવારો નકકી હોવાના આક્ષેપો કેટલાક ઉમેદવારોએ કરી આ ઈન્ટરવ્યુ ખાલી નામના થતાં હોવાનું જણાવ્યું હતું.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 227 સેલ્ફ ફાયન્સ કોલેજ માં વિવિધ ફેકલ્ટીઓના પીન્સિપાલ, પીટીઆઈ, લાયબ્રેરીયન, અને આસીસ્ટન પ્રોફેસર માટે 227 કોલેજમાં 4500 જગ્યાઓ માટે આયોજિત ઈન્ટરવ્યું નોર્થ ગુજરાત એજ્યુકેશન કેમ્પસ માં બે દિવસ રાખવામાં આવ્યા હોય જેમા શનિવારે પ્રથમ દિવસે આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીબીએ ,બીસીએ, બીએસડબ્લ્યુ, એમ એસ ડબ્લ્યુ, બી આર એસ, એમ એલ ટી જેવી વિવિધ ફેકલ્ટીઓમાં પીન્સિપાલ,પીટીઆઈ, લાયબ્રેરીયાન, અને અસીસ્ટિટન પ્રોફેસર ઈન્ટરવ્યું લેવામાં આવ્યા હતા.

પ્રથમ દિવસે 2200 જેટલા ઉમેદવાર ઈન્ટરવ્યુ માટે આવ્યા હોવાનું ઈન્ટરવ્યું ના કોઓડિનર લલિતભાઈ પટેલ જણાવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની વિવિધ ફેકલ્ટી ના વિવિધ કોલેજના પીન્સિપાલ, પીટીઆઈ ,અસીસ્ટિટન પ્રોફેસર, લાયબ્રેરીયન ના 227 જેટલી કોલેજ ના સામૂહિક ઓપન ઈન્ટરવ્યું માં જે વિદ્યાર્થીઓયુજીસીના નિમય મુજબ ક્વોલિફાઇડ હોય એટલે કે નેટ, સ્લેટ અને પી એચ ડી પાસ એવા વિદ્યાર્થીઓને સિલેક્શન પ્રથમકક્ષા એ થશે અને યુનિ વિષય નિષ્ણાત દ્વારા કાયમી માન્યતા આપવામાં આવશે.

એ સિવાય જો કોઈ ક્વોલિફાઇડ ઉમેદવાર નહીં મળતા હોય યુનિવર્સિટી દર વર્ષે કરે છે એ પ્રમાણે શરતી માન્યતા સાથે 11 મહિના ના કરાર આધારિત જે તે મેનેજમેન્ટ ઉમેદવાર ને નિમણૂક આપશે.પાટણ ખાતે યોજાયેલ ઓપન ઇન્ટરવ્યુમાં 113 વિષય નિષ્ણાત અધ્યાપકો 70 કર્મચારી સ્ટાફ આ કામગીરી માં જોડાયાં છે. તો ઉમેદવાર ડો. ભરત પટેલે જણાવ્યું હતું કે આજના ઓપન ઈન્ટરવ્યું માં સરકાર ના જી આર નો અનાદર કરવામાં આવ્યો છે. કવોલીફાઈડ વ્યક્તિને કગરવું પડતું હોય છે. ઠેકેદારો ઠેકા લઇ ને બેસી ગયા છે અને યુનિવર્સિટી અમારી છે અને શિક્ષણ ને વેપાર બનાવી દીધો છે.અમે કહીશું એમજ થશે સત્તાધીશો કે અધિકારીઓ નું નહીં ચાલે અમારુજ ચાલશે. એવા પ્રકાર નું વર્તન સરકાર ના મંત્રીઓને આ વાત ની ખબર પણ નથી હોતી છતાં પણ આ પ્રકારનું કાર્ય થાય છે.

ત્યારે યુનિવર્સિટી જે પ્રકારે ઈન્ટરવ્યું લે છે. જેની પ્રાથમિકતા નેટ, સ્લેટ, પી એચ ડી એવો યુજીસી નો પણ પરિપત્ર છે. ત્યારે મંડળ વાળા ધારે તેને લઈ લે છે. જેમાં એમ એ વાળો હોય તો કાર્યનોધ માં વરણી સમતી વાળો લઈ જતો રહે છે. એનો મતલબ શુ થયો જે નેટ સ્લેટ પી એચ ડી વાળા ઈન્ટરવ્યું આપે છે. એને તો ખાલી સો પીસ માં આવ્યા હોય એવું થાય છે. આ બધું શા માટે થાય છે આવું શા માટે કરવું પડે છે. ખાલી દેખાવો કરવા માટે ,બધું ક્લિયર હોય છે. જે તે કોલેજ માં ઈન્ટરવ્યું યોજાઈ જાય છે. સિલેક્ટ થઈ જાય છે. અહીંયા ખાલી ફોરમાંલીટી કરવામાં માટે આવે છે જે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બોલાવી લઈ લે જે અમે ઉમેદવાર સિલેક્ટ કરી લીધો છે. એજ લેવાનો છે આતો અહીંયા મેથડ પુરી કરવા આવે છે તેવા આક્ષેપ તેઓએ કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ રાણકીવાવ ખાતે યુવાનો ના સંવાદ કાર્યક્રમમાં વકતા દશૅક ત્રિવેદી દ્રારા યુવાનોને માગૅદશૅન આપ્યું..

પાટણ રાણકીવાવ ખાતે યુવાનો ના સંવાદ કાર્યક્રમમાં વકતા દશૅક ત્રિવેદી દ્રારા યુવાનોને માગૅદશૅન આપ્યું.. ~ #369News

સ્વચ્છ ભારત અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરતું પાટણ જિલ્લાનું જાફરીપુરા ગામ..

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023-રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં જાફરીપુરા ગામની રાજ્યની મોડેલ ગ્રામ...