google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના શ્રી અંબિકા શાકમાર્કેટ સ્થિત શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવયાગ યજ્ઞ યોજાયો..

Date:

શ્રી અંબિકા શાક માર્કેટ ના પ્રમુખ પરિવારે યજ્ઞના યજમાન પદે લ્હાવો લઈ ધન્યતા અનુભવી.

પાટણ તા. 14 શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાટણ શહેરના પંચમુખી હનુમાનજી મંદિર પરિસર ની બાજુમાં આવેલ શ્રી અંબિકા શાક માર્કેટ ખાતે બિરાજમાન શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શાક માર્કેટના વેપારીઓ ના સહયોગથી શિવયાગ યજ્ઞનું ગુરૂવારે આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞના યજમાન પદે શ્રી અંબિકા શાક માર્કેટના પ્રમુખ મનોજભાઈ ખોડીદાસભાઈ પટેલ પરિવારે બિરાજમાન બની ભૂદેવા ના મંત્રોચ્ચાર વચ્ચે શિવયાગ યજ્ઞ ની વિધિ સંપન્ન કરાવી હતી.

શ્રી અંબિકા શાકમાર્કેટ ના વેપારીઓ દ્વારા દર વર્ષે શ્રાવણ માસની પૂણૉહુતિ પ્રસંગે શ્રી નાગેશ્વરમહાદેવ મંદિર પરિસર ખાતે યોજાતા શિવયાગ યજ્ઞ નો મુખ્ય ઉદ્દેશ વર્ષ દરમિયાન માર્કેટ યાર્ડ ના તમામ વેપારીઓને તેઓના ધંધા રોજગાર મા સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે તે રહ્યો હોવાનું યજ્ઞના યજમાન અને શ્રી અંબિકા શાકમાર્કેટ ના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું. શ્રાવણ માસની પૂણૉહુતિ પ્રસંગે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રી અંબિકા શાક માર્કેટના તમામ વેપારીઓએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદ નો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનાં મોતિશામાં જવેલર્સ-કરિયાણાની દુકાનમાંથી ચોરી કરનારા ત્રણ સહિત ચાર ઝડપાયા

ગજાનંદ જ્વેલર્સનાં ઓટલા પર બેસીને દુકાનનું તાળું તોડી દુકાનમાં...