પાટણ તા. 15 ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરના રોજ જન્મ દિવસ છે.જે નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. વડાપ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે આયોજિત સેવાકીય ક્રાયૅક્રમો ની તૈયારી ના ભાગરૂપે શુક્રવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાના પ્રમુખ વિવેક પટેલ ના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બેઠક તમામ 14 મંડળના પ્રમુખ,મહામંત્રી સહિત અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તા. 17મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તમામ મંડળોમાં બ્લડ ડોનેશન કેમ્પ સાથે વિવિધ સેવાકીય કાર્યક્રમો પણ યોજાશે તેવું યુવા મોરચાના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું. બેઠકમાં યુવા મોરચાના મહામંત્રી નિકુંજ ઠાકર, પ્રદેશ કારોબારી શ્યામ દેસાઈ સહિત હોદેદારો હાજર રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી