fbpx

પાટણ ની તપોવન અને વિઝ્ડમ પ્રી સ્કૂલ પરિવાર દ્વારા જીવ દયાની ભાવના સાથે “પહેલી રોટી ગાય કી” નવતર અભિગમ શરૂ કરાશે.

Date:

ફરજિયાત નહીં પરંતુ સ્વૈચ્છા એ શાળામાં અભ્યાસ કરતા બાળકો પોતાના ઘરેથી રોજ એક રોટી લાવી અબોલ જીવોને અપૅણ કરશે..

પાટણ તા. 15 શિક્ષણની સાથે સાથે બાળકો માં સંસ્કારો નું અને સંસ્કૃતિ નું સિંચન કરતી શહેરના રાજમહેલ રોડ પર આવેલી તપોવન સ્કૂલ અને વિઝ્ડમ પ્રિ સ્કૂલ પરિવાર દ્રારા શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં જીવદયા ની ભાવના સાથે અબોલ જીવો પ્રત્યે કરુણાનો ભાવ પ્રગટે તેવા આશય સાથે આગામી સોમવારથી “પહેલી રોટી ગાય કી” નવતર અભિગમ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. શાળા પરિવાર દ્વારા “પહેલી રોટી ગાય કી” નામના આ નવતર અભિગમ ની માહિતી આપતા શાળા સંચાલક હાર્દિક રાવલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા મા અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ ની સાથે સાથે સંસ્કાર નું પણ સિંચન કરવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકો મા અબોલ જીવ માટે કરૂણા ભાવ પ્રગટ થાય અને તેઓ પણ જીવદયા ની ભાવના કેળવે તે હેતુથી શાળા પરિવાર દ્વારા તા.18 સપ્ટેમ્બર ને સોમવાર થી “પહેલી રોટી ગાય કી”નવતર અભિગમ શરૂ કરવામાં આવનાર છે.

આ અભિગમ ને સફળ બનાવવા તેમજ અબોલ જીવ પ્રત્યે બાળકો મા સહાનુભૂતિ દર્શાવવા દરેક બાળકને દરરોજ 1 રોટલી ગાય માતા માટે ઘરે થી લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.બાળકો દ્રારા પોતાના ઘરેથી લાવવામાં આવેલી 1 રોટલી શાળા પરિવાર દ્રારા દરરોજ એકત્રિત કરી આ રોટલીઓ ગાય માતા ને તેમજ અબોલ જીવોને ખવડાવવામાં આવશે. જો કે આ અભિયાનમાં દરેક બાળક અને તેના વાલીઓ ફરજિયાત પણે જોડાઈ તેવું નથી પરંતુ સ્વૈચ્છાએ આ અભિયાનમાં જોડાવા માગતાં બાળકો ને તેના વાલીઓ દ્વારા રોટલી, રોટલો, ભાખરી,પુરી કોઈ પણ ચિજ આપી આ જીવદયા સાથે અબોલજીવો ની સેવા કાયૅમાં સહભાગી બનવા શાળા સંચાલક દ્રારા અનુરોધ કર્યો છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના બગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શ્રાવણ ના ત્રીજા સોમવારે મહાકાળ યાત્રાનું આયોજન કરાયું..

મહાઆરતી અને આતશબાજી ના કાયૅમાં પાટણ ના શિવભકતો જોડાયાં.. પાટણ...

પાટણ સ્થિત શ્રી લિંબચ માતાજીના પ્રાગટય દિવસની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાઈ..

માતાજીની પાલખી સાથે નિકળેલ શોભાયાત્રા મા મોટી સંખ્યામાં ભકતો...