google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પોતાનું પાપ છુપાવવા કોઈએ તાજી જન્મેલી બાળકી ને પ્લાસ્ટિકની કોથળીમાં પુરી અઘારા દરવાજા નજીક ફેંકી દીધી..

Date:

વિસ્તારના રહીશોને જાણ થતાં 108 ની મદદથી બાળકીને સારવાર અર્થે ધારપુર ખસેડાઇ..

એ ડિવિઝન પોલીસે બનાવને ગંભીરતાથી લઈ વિસ્તારના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી..

પાટણ તા. 17 નિસંતાન દંપતિઓ સંતાન પ્રાપ્તિ માટે અનેક બાધા માનતાઓ અને આખડીઓ રાખી પોતાનુ વાંઝિયા પણુ ભાગવા પથ્થર એટલા દેવ માની શ્રધ્ધા સાથે આરાધના કરતા હોય છે. ત્યારે કેટલીક સ્ત્રીઓ અને પુરૂષો પોતાના મોજ શોખ ખાતર એકાત મા થયેલી ભૂલનું પાપ છુપાવવા તાજા જન્મેલા બાળકો ને તરછોડી રસ્તે ફેકી પોતાનું પાપ છુપાવતા હોવાના કિસ્સા અવાર નવાર પ્રકાશ માં આવતાં હોય છે. આવો જ બનાવ શનિવાર ની રાત્રે પાટણ શહેરના અધારા દરવાજા નજીક અવાવરુ જગ્યામાં અંધારા નો લાભ લઈ પ્લાસ્ટિક ની થેલી મા બાળકી ને બંધ કરી પોતાનું પાપ છુપાવવા કોઈ ફેકીને જતું રહ્યું હતું પરંતુ બાળકી ના રડવાના અવાજ પરથી આવિસ્તારમાં રહેતા લોકો ને જાણ થતાં તેઓએ પાટણ ના ધારાસભ્ય ને જાણ કરી 108 ની મદદથી ત્યજાયેલ બાળકીને ધારપુર સારવાર અર્થે લઈ જવામાં આવી હતી જયાં હાલમાં બાળકી સારવાર હેઠળ હોવાનું તેમજ ધટનાની જાણ બાળ સુરક્ષા કચેરી તેમજ પોલીસ ને કરાઈ હોવાનું હોસ્પિટલ ના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે વધુ માહિતી આપતા રડતી બાળકીને પ્રથમ નજરે જોનારા અધારા દરવાજા પાસેના રહીશ આશાબેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે ગતરાત્રે 11-30 કલાકના સમયે હું ઘરની બહાર નીકળી ત્યારે બાળકી ના રોવાનો અવાજ સંભળાતા મે આજુબાજુ નજર કરી હતી ત્યારે અધારા દરવાજા નજીક અવાવરુ જગ્યાએ પડેલી પ્લાસ્ટિક ની થેલી માથી બાળકી રડતી હોવાનું જણાતાં તેઓએ પોતાના પતિ ને જાણ કરતા તેઓએ ઉંચી શેરી આગળ બેઠેલા વિસ્તારના યુવાનો ને જાણ કરી સધળી હકીકત પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલને કરતાં તેઓની સલાહ મુજબ પ્લાસ્ટિક ની થેલી ખોલી બાળકી ને બહાર કાઢી રૂમાલ ઓઢાડી 108 ને જાણ કરતા તેઓએ ધટના સ્થળે આવી બાળકી ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવી હતી.

શહેર ના અઘારા દરવાજા નજીક થી ત્યજાયેલ બાળકી મામલે એ ડિવિઝન પોલીસે સવારે સ્થળ તપાસ કરી વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી આ બાળકી ને ત્યજી દેનારાઓને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જણાવ્યું હતું. ધારપુર હોસ્પિટલના ડો. હિતેશભાઈ એ જણાવ્યું હતું કે બાળકી ત્યજી દીધેલી હોય બાળકી ખુલ્લામાં વરસાદ ના પાણી થી પલળેલી હોવાથી તેના શરીર નું તાપમાન ઘટી ગયુ હોવાની સાથે બાળકી ને શરીરમાં ઇન્ફેક્શન થયેલું હોય હાલ માં બાળકી ને ઓક્સિજન પર રાખવામાં આવી છે બાળકી ની તબિયત સુધરતા બાળ સુરક્ષા વિભાગ માં જાણ કરી સરકારી શિશુગૃહ માં બાળકી ને મોકલી આપવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં ગારમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન નું હૃદય રોગના હુમલામાં નિધન થયું…

પાટણ તા. ૯પાટણના જાણીતા આર્ટિસ્ટ ભરતકુમાર પેઈન્ટરના પુત્ર અને...

પાટણ સમીપ આવેલ ધાયણોજ ના શ્રી જહુ માતાજી મંદિર નો પાંચમો વાષિૅક પાટોત્સવ પવૅ ઉજવાશે..

માતાજીની શોભાયાત્રા, હવન યજ્ઞ સહિતના ધામિૅક ઉત્સવને સફળ બનાવવા...