પાટણ તાલુકાના વિકાસ કાર્યોને આગળ ધપાવવા ભારતીય જનતા પાર્ટી કટીબદ્ધ : કે.સી.પટેલ…
પાટણ તા. 18 પાટણ તાલુકા પંચાયત ના નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખ એ તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્વ પ્રદેશ મહામંત્રીકે.સી.પટેલની ઉપસ્થિતિમા સોમવારે ચાર્જ સંભાળ્યો હતો ,આ પ્રસંગે નવીન વરાયેલા પ્રમુખ દેસાઇ લલીબેન જયરામભાઇ તથા ઉપપ્રમુખ ઠાકોર સોનલબેન લેબુજી એ પાટણ તાલુકા પંચાયત ના તમામ સભ્યો સાથે મળીને તાલુકાના દરેક ગામમા આગામી સમયમા વિકાસ કાર્યો થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલે આ પ્રસંગે પ્રમુખ તથા ઉપપ્રમુખ ને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યુ હતુ કે રાજ્યની મોટાભાગની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમા ભારતીય જનતા પાર્ટીએ નારી શક્તિ ઘરની સાથે લોકતંત્રને પણ સંભાળી શકે છે તે ઉદાહરણ સ્વરુપે પ્રમુખ ઉપપ્રમુખ ની જવાબદારી સોંપી છે. ત્યારે પાટણ તાલુકા પંચાયત મા બંન્ને પદ પર મહિલાઓને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિનિધિત્વ આપ્યુ છે.
કેન્દ્રમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ મા દેશ વૈશ્વિક સ્તરે પ્રગતિ કર્યો છે તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા અનેક વિધ વિકાસ ના કાર્યો થઈ રહ્યા છે ત્યારે પાટણ તાલુકામા આગામી દિવસોમા બંન્ને પ્રમુખ-ઉપપ્રમુખ તાલુકા પંચાયત ના તમામ સભ્યો ને સાથે રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહેલા વિકાસ કાર્યોને આગળ વધારવા કટીબદ્ધ છે. આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી , તાલુકા મહામંત્રી જલુજી ઠાકોર, વિરેશભાઇ વ્યાસ, વિનુભાઇ પટેલ, નરેશભાઇ પરમાર, જયરામભાઇ દેસાઇ સહિત સભ્યો તથા સંગઠન ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી