fbpx

ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહી છે : કે સી પટેલ..

Date:

પાટણ તા. ૧૪
પાટણ નગરપાલિકાની વોટર વર્કસ શાખા અને ભૂગર્ભ શાખાના ભવિષ્યના ૨૦ વષૅના વિકાસ કામો ને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્વારા રૂ. ૧૩૦ કરોડની રકમ પાટણ નગરપાલિકા ને ફાળવવામાં આવી છે જે બંન્ને શાખાઓ ના વિકાસ કામોના ખાતમૂર્હુત ગુરૂવારે શહેરના બગવાડાદરવાજા ખાતે પ્રદેશ ભાજપ ના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલના અધ્યક્ષ પદે આયોજિત કરવામાં આવ્યાં હતા.
પાટણ નગરપાલિકાના ભૂગર ગટર શાખા અને વોટર વર્ક શાખાના 130 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે અધ્યક્ષ પદે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કે.સી.પટેલે પોતાના ઉદબોધન જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન પદે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી સત્તારૂઢ થયા છે ત્યારથી સમગ્ર દેશનો વિકાસ થઈ રહ્યો છે અને તેની નોંધ અન્ય દેશો પણ લઈ રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ વડા પ્રધાન ના નક્ષે કદમ પર વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.

ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા પણ શહેરીજનોની પ્રાથમિક સુવિધા ના કાર્યોને પ્રાધાન્ય આપી શહેરીજનો નો પ્રેમ સંપાદન કરી શહેરના વિકાસ કામોને વેગવંતા બનાવી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની લી. દ્વારાઅમૃત ૨.૦૦ યોજના હેઠળ પાલિકા ની ભૂગર્ભ ગટર શાખાના વિકાસકામો પેટે રૂ.૯૭,૯૬,૩૯,૦૩૫ અને વોટર વર્કસ શાખાના વિકાસ કામો માટે રૂ.૨૫, ૨૬,૬૦,૧૩૮ તેમજ વોટર સપ્લાય અને નિભાવણી ના કામો માટે રૂ.૭,૫૮,૭૫,
૧૩૯ સાથે કુલ રૂ.૧૩૦ કરોડથી વધુની રકમ પાટણ નગરપાલિકા ને ફાળવવામાં આવી છે ત્યારે ઉપરોક્ત બંન્ને શાખાના આજે વિકાસ કાર્યોનું ખાતમૂર્હુત કરતાં તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી ભાજપ શાસિત પાટણ નગરપાલિકા ની સંપૂર્ણ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

પાટણ નગરપાલિકાને મળેલી રૂ. ૧૩૦ કરોડ થી વધુની ગ્રાન્ટ માથી વોટર વર્કસ શાખા અને ભૂગર્ભ ગટર શાખાના મહત્વના વિકાસ કામોમાં માતરવાડી,રોટરી નગર અને અંબાજી નેળિયામાં ઓવરહેડ ટાકીના કામો, ફિલ્ટર પ્લાન્ટની કનેકટીંગ લાઈનો,સંપ સહિત ના કામો સાથે સાથે વેલકમ ગાર્ડન પાસે નવીન ફિલ્ટર પ્લાન્ટ ના કામો મળી વોટર વર્કસ અને ભૂગર્ભ ગટર શાખાના ભવિષ્યના ૨૦ વષૅના આયોજન ને ધ્યાનમાં રાખીને કામો કરવામાં આવનાર હોવાનું પાલિકા પ્રમુખ હીરલબેન પરમારે જણાવ્યું હતું. પાટણ નગર પાલિકા ના ૧૩૦ કરોડથી વધુ ના વિકાસ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ સહિત પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમીના કાઠીના ખેડૂતે થાઈલેન્ડ લીંબુની ખેતી કરીને રૂ.5 લાખથી વધુ ની આવક મેળવી..

સમીના કાઠીના ખેડૂતે થાઈલેન્ડ લીંબુની ખેતી કરીને રૂ.5 લાખથી વધુ ની આવક મેળવી.. ~ #369News

ઈજાગ્રસ્ત બનેલા રાષ્ટ્રીય પક્ષી મોરને સમયસરની સારવાર અપાવી પીડા મુક્ત બનાવતાં જીવદયા પ્રેમીઓ..

ઈજાગ્રસ્ત બનેલા રાષ્ટ્રીય પક્ષી મોરને સમયસરની સારવાર અપાવી પીડા મુક્ત બનાવતાં જીવદયા પ્રેમીઓ.. ~ #369News

પાટણના સિધ્ધિ સરોવરમાં ખડકાયેલ ગંદકી કુબેરેશ્વર મહાદેવ ના સેવકોએ ઉલેચી..

પાટણના નગરજનોને પીવાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવર પ્રત્યે...